સલમાન સાથે કામ કરવા માંગે છે કરણ

Karan-Salman
મુંબઈ, 21 સપ્ટેમ્બર : કરણ જૌહર અને શાહરુખ ખાન વચ્ચેની મૈત્રી બૉલીવુડમાં ઘણી જની અને અતૂટ છે. જ્યારથી કરણે બૉલીવુડમાં એન્ટ્રી કરી છે, ત્યારથી શાહરુખ તેમના માટે લકી રહ્યાં છે અને કરણની મોટાભાગની ફિલ્મો શાહરુખ સાથે જ બની છે.

પરંતુ છેલ્લા કેટલાંક વખતથી બૉલીવુડમાં સિતારાઓએ બહુ ઝડપથી પોતાના વલણ બદલ્યાં છે અને હવે સલમાન ખાન બૉલીવુડના નવા કિંગ ખાન બનવાની અણીએ પહોંચી ચુક્યાં છે. સલમાન આજે હિટ ફિલ્મોની યૂએસપી બની ચુક્યાં છે. બીજી બાજું કરણના સિતારા કઈં ખાસ નથી ચાલી રહ્યાં. તેમને હવે એક હિટની જબર્દશ્ત જરૂર છે, તો હવે ચર્ચાઓ ગરમ છે કે કરણ પણ સલમાન સાથે કામ કરી પોતાની ઝોળીમાં એક 100 કરોડની ફિલ્મ ઇચ્છે છે.

સલમાન સાથે કામ કરવાની પોતાની આ વિશ કરણ મીડિયા દ્વારા સલમાન સુધી પહોંચાડી રહ્યાં છે.

તાજેતરમાં જ પોતાના એક ઇંટરવ્યૂ દરમિયાન કરણ જૌહરે સલમાનના વખાણ કરતાં જણાવ્યું, ‘હું સલમાન સાથે કામ કરવા માંગુ છું. મેં પોતાની પ્રથમ ફિલ્મમાં સલમાન સાથે કામ કર્યુ હતું. હું તેમનો આભારી છું કે તેમણે મારી ફિલ્મમાં કામ કરવા માટે હા કહ્યું છે. મને લાગે છે કે તેમણે મારા પિતાજીને કારણે મારી ફિલ્મમાં કામ કરવું સ્વીકાર્યું હતું અને હું એ વાત માટે તેમનો હંમેશ માટે આભારી રહીશ. હું તેમની સાથે કામ કરવા માંગુ છું. હું જ કેમ નહિં, કોણ પણ આવું ઇચ્છશે, કારણ કે સલમાન આજે પોતાનામાં એક ફોર્સ છે. હું બહુ ગૌરવ અનુભવીશ જો મને તેમની સાથે કામ કરવાની તક મળે તો.'

તો સલમાનના મોંફાટ વખાણ કરી કરણે તો સલમાનને જણાવી દીધું કે તેઓ તેમની સાથે કામ કરવા માંગે છે. હવે સલમાને એ નક્કી કરવું છે કે તેઓ પોતાના રાઇવલ એક્ટર શાહરુખના નજીકના મિત્ર કરણ સાથે કામ કરવામાં રસ ધરાવે છે કે નહિં? જોવાની વાત એ હશે કે જ્યારે શાહરુખને આ વાતની ખબર પડશે કે તેમના નજીકના મિત્ર સલમાન સાથે કામ કરવામાં ગૌરવ અનુભવી રહ્યાં છે, તો તેમને કેવું લાગશે? શું શાહરુખ અને કરણની મૈત્રીમાં સલમાનનું નામ કોઈ પણ જાતની દૂરી ઊભી કરશે કે પછી કરણ-શાહરુખ હંમેશાની જેમ એક-બીજા સાથે યે દોસ્તી હમ નહીં છોડેંગે... ગાતા રહેશે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X