Picture : સૈફીનાની ફ્લૉપ જોડીને હિટ કરશે કરણ-રણબીર?

મુંબઈ, 5 નવેમ્બર : લગ્ન બાદ પ્રથમ સમાચાર આવી રહ્યાં છે કે કરીના કપૂર અને સૈફ અલી ખાન એક સાથે ફિલ્મોમાં દેખા દેશે. તેમાં તેમનો સાથ આપશે કરીનાના પિતરાઈ ભાઈ રણબીર કપૂર તેમજ ત્રણેને એક સાથે લઈ ફિલ્મ બનાવવાનો જોખમ ઉપાડશે જાણીતાં નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહર. જોખમ એટલા માટે કે સૈફ-કરીનાની રીલ લાઇફ જોડી ક્યારેય બૉક્સ ઑફિસે હિટ રહી નથી અને તેમણે જ્યારેય કોઈ ફિલ્મમાં કામ કર્યું, ફિલ્મ બૉક્સ ઑફિસે પિટાઈ ગઈ.

પરંતુ કરણ જૌહર રણબીરને લઈ આ ઑનસ્ક્રીન ફ્લૉપ જોડીને હિટ કરવામાં લાગ્યાં છે. કરીનાએ જણાવ્યું છે કે તેઓ હજુ આ પ્રોજેક્ટ પર વિચાર કરી રહ્યાં છે. અત્યારે કઈં જ ફાઇનલ નથી. તેમનું કહેવું છે કે આ કોઈ પ્રણય-કથા નથી અને રણબીર કપૂર ફિલ્મમાં મારા પ્રેમી તરીકેનો રોલ પણ નથી કરવાના. આનાથી વધુ હું કઈં બતાવી શકું એમ નથી. કરીનાએ જણાવ્યું કે એ મારા માટે ખુશીની વાત હશે કે હું અને સૈફ કરણ સાથે કામ કરીશું. કરીના અને રણબીરની પણ આ પ્રથમ જ ફિલ્મ હશે જો તે બને તો.

આવો આપને બતાવીએ સૈફ-કરીનાની ફ્લૉપ ફિલ્મોની તસવીરો.

એલઓસી

એલઓસી

સૈફ-કરીના પ્રથમ વાર જે. પી. દત્તાની 2003માં આવેલી એલઓસી ફિલ્મમાં દેખાયા હતાં. કારગિલ યુદ્ધ આધારિત ફિલ્મ બૉક્સ ઑફિસે ધરાશાયી થઈ ગઈ હતી.

ટશન

ટશન

સને 2008માં આવેલ ટશન ફિલ્મ પણ બુરી રીતે ફ્લૉપ થઈ હતી. આ ફિલ્મ સાથે સૈફ-કરીનાની લવ સ્ટોરી શરૂ થઈ હતી.

રોડસાઇડ રોમિયો

રોડસાઇડ રોમિયો

રોડસાઇડ રોમિયો એક 3ડી ફિલ્મ હતી. 2008માં આવેલી આ ફિલ્મમાં સૈફ-કરીનાએ પોતાનો અવાજ આપ્યો હતો.

કુર્બાન

કુર્બાન

આતંકવાદ પર બનેલી કુર્બાન ફિલ્મ 2009માં આવી હતી. ખૂબ જ હૉટ હોવા છતાં આ ફિલ્મ ફ્લૉપ થઈ ગઈ હતી.

એજંટ વિનોદ

એજંટ વિનોદ

ચાલુ વર્ષે આવેલ એજંટ વિનોદ ફિલ્મ સાથે સૈફ અલી ખાન નિર્માતા બન્યા હતાં, પરંતુ આ ફિલ્મ પણ ખરાબ રીતે ફ્લૉપ થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X