Pics : વરુણ સાથે પુનઃ રોમાંસ કરશે આલિયા ભટ્ટ
મુંબઈ, 7 ઑગસ્ટ : કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર દ્વારા બૉલીવુડમાં સ્થાપિત થનાર અભિનેત્રી આલિયા ભટ્ટ ભલે જાહેરમાં વરુણ ધવન સાથે રોમાંસની અફવાઓ અંગે પરવાહ ન કરતાં હોય, પણ જ્યાં સુધી ઑનસ્ક્રીન રોમાંસની વાત છે, તો આલિયા પુનઃ એક વાર વરુણ સાથે રોમાંસ કરવા તૈયાર છે.
આલિયા ભટ્ટ કરણ જૌહર સાથે ફરી આવી રહ્યાં છે. કરણ જૌહરની આવનાર ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવન લીડ રોલમાં છે. આલિયા આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત છે અને કહે છે કે તેમને કરણની દૂરદર્શિતા ઉપર પૂર્ણ ભરોસો છે.
વીસ વર્ષીય આલિયા ભટ્ટે ઇન્ડિયા ઇંટરનેશનલ જ્વૅલરી વીક પ્રસંગે જણાવ્યું - મારી આગામી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાની જાહેરાત થઈ ચુકી છે અને તેને હું વરુણ ધવન સાથે કરી રહી છું. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મ અંગે હું બહુ ઉત્સાહિત છું. હું કરણ જૌહર સાથે બીજી વાર કામ કરવા માટે પણ ઉત્સાહિત છું. કરણનું બૅનર ધર્મા પ્રોડક્શન મારા માટે પોતાના ઘર જેવું છે.
નોંધનીય છે કે આલિયા ભટ્ટે કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે જ બૉલીવુડ પ્રવેશ કર્યો હતો. તેમની સાથે વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતાં. ત્રણેયની આ પ્રથમ ફિલ્મ હતી. આલિયા હાલ 2 સ્ટેટ્સ તથા હાઈવેમાં કામ કરી રહ્યાં છે, જ્યારે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાનું દિગ્દર્શન શશાંક ખેતાન કરશે. ફિલ્મ જૂન-2014માં રિલીઝ થવાની શક્યતા છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

વરુણ સાથે પુનઃ રોમાંસ કરશે આલિયા
વીસ વર્ષીય આલિયા ભટ્ટે ઇન્ડિયા ઇંટરનેશનલ જ્વૅલરી વીક પ્રસંગે જણાવ્યું - મારી આગામી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાની જાહેરાત થઈ ચુકી છે અને તેને હું વરુણ ધવન સાથે કરી રહી છું. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે.

વરુણ સાથે લિંક-અપ
આલિયાની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના કો-સ્ટાર વરુણ ધવન સાથે આલિયાનું નામ શરુઆતથી જોડાતું આવ્યું છે.

કોઈની પરવા નથી
માત્ર 19 વર્ષના અભિનેત્રી આલિયા ભટ્ટે બિંદાસ્ત રીતે જણાવ્યું - મને લિંક-અપ્સ બાબતથી કંઈ ફરક નથી પડતો. જેને જેમ કહેવું હોય, તેમ કહે.

આઈ ડોન્ટ કૅર
આલિયાએ જણાવ્યું - વરુણ સાથે તો મારૂં નામ ત્યારથી જોડાતુ હતું કે જ્યારે હું તેને મળી પણ નહોતી. આ તો દુનિયા છે. જેને જે મનમાં આવશે, તેમ કહેશે, તેથી આઈ ડોંટ કૅર.

પ્રેમ પોતે કરીશ જગજાહેર
આલિયાએ કહ્યું -જે દિવસે મને પ્રેમ થઈ જશે, તે દિવસે હું આખી દુનિયાને બતાવીશ, કારણ કે મને નથી લાગતું કે આ કોઈ છુપાવવા જેવી બાબત છે.

કરણ ઉપર ભરોસો
કરણ જૌહરની આવનાર ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવન લીડ રોલમાં છે. આલિયા આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત છે અને કહે છે કે તેમને કરણની દૂરદર્શિતા ઉપર પૂર્ણ ભરોસો છે.












Click it and Unblock the Notifications
