પ્યાસ બઢાઓ સ્લોગન હવે મારી ઓળખ : કરીના કપૂર

મુંબઈ, 30 એપ્રિલ : બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર કહે છે કે હવે તેઓ ઠંડા પીણા લિમ્કાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અને લિમ્કાના નવા સ્લોગન દ્વારા ઓળખાશે.

લિમ્કાનું નવું સ્લોગન નવયુવાનોને વધુની ઇચ્છા રાખવા માટે પ્રેરિત કરે છે. લિમ્કાના પ્રચારનું નવું સ્લોગન પ્યાસ બઢાઓ છે. કરીનાએ જણાવ્યું - આ બ્રાન્ડ મારા વ્યક્તિત્વની ઝલક છે. એક બ્રાન્ડ તરીકે લિમ્કાની સંવેદનશીલતામાં કોઇક વાત છે કે જે મારી સાથે જોડાયેલી છે અને મારી સાથે મળતી આવે છે. આ સ્લોગન નવયુવાનોને વધુની અપેક્ષા રાખવા પ્રેરે છે અને મારા માટે સન્માનની બાબત છે કે હું આ બ્રાન્ડ દ્વારા ઓળખાવીશ.

kareenakapoor

કરીના કપૂરે જણાવ્યું - લિમ્કા સાથે કામ કરવું મજેદાર રહ્યું છે અને તેના પ્રચાર અભિયાનની બીજી આવૃત્તિ અંગે હું ખૂબ રોમાંચિત છું. એક પ્રચાર અભિયાનમાં કરીના કપૂરે નવયુવાનોને સમ્બોધિત કરતાં જણાવ્યું - કાયમ ખુશ રહેવું તથા વધુની અપેક્ષા રાખવી જીવનની બે મહત્વની બાબતો છે. ટેલીવિઝન ઉપર પ્રસારિત થઈ ચુકેલી લિમ્કાની નવી જાહેરખબરમાં કરીના એક યુવાનને પોતાની લાગણી જાહેર કરવા માટે ઉત્સાહ વધારતા નજરે પડે છે. લિમ્કા ઉપરાંત કરીના કપૂર હાલ હૅડ એન્ડ સોલ્ડર, લેવી હૅંડબૅગ્સ તથા સોની વાયોના બ્રાન્ડ એમ્બેસેડર છે.

નોંધનીય છે કે કરીના કપૂરની આગામી ફિલ્મો સત્યાગ્રહ અને ગોરી તેરે પ્યાર મેં છે. સત્યાગ્રહમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ જેવા કલાકારો છે, તો ગોરી તેરે પ્યાર મેં ફિલ્મ ઇમરાન ખાન સાથે કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X