સલમાનના બિગ બૉસમાં કરીનાનું ‘ફેવીકૉલ સે...’
મુંબઈ, 30 નવેમ્બર : સલમાન ખાનના શો બિગ બૉસમાં તમામ કલાકારો પોતા-પોતાની ફિલ્મોના પ્રમોશન માટે આવે છે, પરંતુ સલમાન ખાન પોતાની જ ફિલ્મના પ્રમોશન માટે ક્યાં જાય કે જ્યારે તેમની પાસે બિગ બૉસ અવેલેબલ જ હોય. દબંગની સિક્વલ દબંગ 2 ફિલ્મમાં કરીના કપૂરનું ફેવીકૉલ સે... આયટમ સૉંગ ખૂબ જ તહેલકો મચાવી રહ્યું છે. સમાચાર છે કે તેનો ફર્સ્ટ લુક આ શનિવારે સલમાન ખાન બિગ બૉસ 6માં બતાવશે.

ફરાહ ખાન દ્વારા કોરિયોગ્રાફ કરાયેલ આ આયટમ સૉંગ દબંગ 2નું શુટિંગ શરૂ થતાની સાથે જ ચર્ચામાં આવી રહ્યું છે. આ અગાઉ દબંગમાં મલાઇકા અરોરા ખાનનું આયટમ સૉંગ મુન્ની બદનામ હુઈ... ખૂબ હૅડલાઇન્સમાં રહી ચુક્યું છે. મલાઇકાનુ ગીત દબંગ હિટ થવા પાછળનું કારણ હતું. આજે પણ દબંગનું નામ આવતા ફિલ્મની સૌથી પહેલી ચીજ જે લોકોના મજગમાં ઉપસી આવે છે, તે છે મુન્ની બદનામ હુઈ.. આયટમ સૉંગ.
આ ગીત અગાઉ દબંગ 2નો ફર્સ્ટ લુક પણ સલમાને પોતાના શો બિગ બૉસમાં લૉન્ચ કર્યો હતો. આ ફિલ્મ સાથે અરબાઝ ખાન પ્રથમ વાર દિગ્દર્શન ક્ષેત્રે બૉલીવુડમાં પગલું મુકી રહ્યાં છે. દબંગ 2 વર્ષ 2010માં સુપરહિટ રહેલ દબંગની સિક્વલ છે. દબંગ સાથે જ સોનાક્ષી સિન્હાએ બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.












Click it and Unblock the Notifications
