લવ-ઝેહાદ પર બોલ્યા નવાબ, કરીનાએ નથી કર્યું ધર્મપરિવર્તન
લવ-ઝેહાદને લઇને કરીના કપૂર પર ઘણા સમયથી નિશાનો તાકવામાં આવી રહ્યો છે. જ્યારે કરીનાની ઓક્ટોબર 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન થયા ત્યારથી તે કેટલાંક ખાસ ધાર્મિક સંગઠનોના નિશાના પર આવી રહી છે. જ્યારે હાલની કેટલીક ઘટનાઓએ તો અભિનેત્રીને પરેશાન કરી દીધી છે. કરીનાને ધર્મ સંગઠનોથી ધમકી પણ મળવા લાગી હતી, જેના પગલે કરીનાએ પોતાના બંગલાની સાથે સાથે પર્સનલ સુરક્ષા પણ વધારી દીધી છે.
આ મામલે હંમેશા શાંત રહેનાર સૈફ માને છે કે કરીનાને લવ-ઝેહાદ મામલામાં ખોટીરીતે ઘસેડવામાં આવી રહી છે. સૈફે જણાવ્યું કે 'લોકોનું માનવું છે કે કરીનાનો ધર્મપરિવર્તન કરાવી દેવામાં આવ્યું છે અને કરીનાએ ઇસ્લામ કબૂલ કરી લીધું છે. જ્યારે એવું કંઇ થયું નથી. કરીનાને મુસ્લીમ નથી બનાવવામાં આવી.'

અત્રે નોંધનીય છે કે કરીનાને લઇને 'લવ ઝેહાદ' મામલો ત્યારે ગર્માયો, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની એક પત્રિકામાં કરીનાની મોર્ફ કરેલી તસવીર છપાયી હતી. આ તસવીરમાં કરીનાનો અડધો ચહેરો બુર્ખાથી ઢંકાયેલો હતો. બાદમાં હિન્દુ મહાસભાએ પણ પોતાના મુખપત્ર હિન્દુ સભા વાર્તામાં લવ ઝેહાદ વિરુદ્ધ લખતા કરીના કપૂરની એ જ મોર્ફ તસવીરનો ઉપયોગ કર્યો. જેની વિરુદ્ધ કરીના કપૂરે અવાજ પણ ઊઠાવ્યો હતો.












Click it and Unblock the Notifications
