સાચે જ સ્ટાઇલિશ આઇકૉન છે કરીના કપૂર
મુંબઈ, 7 ફેબ્રુઆરી : સામાન્ય રીતે અભિનેત્રીઓ લગ્ન બાદ ફુલીને ફુગ્ગો બની જાય છે, પરંતુ બૉલીવુડના બેબો કરીના કપૂર તો વધુ નિખરી ઉઠ્યાં છે. દિન-પ્રતિ-દિન જરૂરથી વધુ હસીન નજરે પડનાર કરીના કપૂર તાજેતરમાં જ શોભા ડેના ચર્ચિત પુસ્તક ધ સ્ટાઇલ ડાયરી ઑફ ઍ બૉલીવુડ દિવાના લૉન્ચિંગ પ્રસંગે દેખાયાં.

આપને જણાવી દઇએ કે ગત વર્ષે આ પુસ્તક ખૂબ ચર્ચામાં હતું, કારણ કે કહેવાતુ હતું કે આ પુસ્તક કરીના કપૂરના જીવન પર આધારિત છે. કરીના કપૂરે તેનું ખંડન કર્યુ હતું. કરીનાએ એક ટેલીવિઝન શો દરમિયાન જણાવ્યુ હતું - મારા જીવન પર પુસ્તક શોભા ડેએ લખી જરૂર છે, પરંતુ મારા જીવન પર આધારિત હોવા છતાં તે પુસ્તકમાં કરીના સાથે જોડાયેલી અંગત બાબતો નથી.
શોભા ડેના પુસ્તકમાં કરીનાના ફિટનેસ ટિપ્સ છે અને હિન્દી સિનેમામાં તેમની અત્યાર સુધીની સફરનું વર્ણન છે. આ એક સ્ટાઇલ બુક છે કે જેની લૉન્ચિંગ પ્રસંગે કરીનાએ પોતાના સુંદર લુક દ્વારા જણાવી દીધું કે તેમની ઉપર પુસ્તક લખી શોભા ડેએ કંઈ ખોટું નથી કર્યું. સાચે જ તેઓ સ્ટાઇલિશ આઇકૉન છે.












Click it and Unblock the Notifications
