ખૂબ જ હૉટ અને બોલ્ડ છે સત્યાગ્રહની પત્રકાર
મુંબઈ, 29 જૂન : પ્રકાશ ઝા નિર્મિત મોસ્ટ અવેટેડ ફિલ્મ સત્યાગ્રહમાં અભિનેત્રી કરીના કપૂર એક પત્રકાર તરીકે લોકો સામે આવનાર છે. ફિલ્મમાં તેમનો રોલ ખૂબ જ મહત્વનો છે કે જેના માટે કરીનાએ પ્રકાશ ઝા પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ ફિલ્મમાં લગભગ દસ વર્ષ બાદ કરીના કપૂર પુનઃ એક વાર અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યાં છે. આ બાબતને કરીના પોતાના માટે એક મોટી ઉપલબ્ધિ ગણાવે છે.

રીયલ લાઇફમાં પત્રકારત્વને ખૂબ જ ટફ કામ ગણાવતાં કરીના કપૂરે આ ફિલ્મમાં હીરો અજય દેવગણ સાથે મન મૂકીને બોલ્ડ સીન્સ આપ્યાં છે કે જેથી સાબિત થઈ જાય છે કે પ્રકાશ ઝાની આ પત્રકાર માત્ર કલમથી કટાક્ષ જ નથી કરતી, પણ તે નશીલી અદાઓ ધરાવતી તીખી છોરી પણ છે. ફિલ્મમાં કરીનાનું નામ યાસમીન છે.
સત્યાગ્રહ ફિલ્મ અંગે કરીના કપૂર કહે છે - ઝા સાહેબે મારા માટે વિચાર્યું. તેથી મેં માત્ર એટલું જ કર્યું કે જે તેમણે મને કરવાનું કહ્યું. એમ પણ હું ડાયરેક્ટરની હીરોઇન છું. સૈફ અલી ખાન સાથે લગ્ન બાદ કરીના કપૂરની લીડ રોલ ધરાવતી પ્રથમ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મમાં અમૃતા રાવ તથા મનોજ બાજપાઈ અને અર્જુન રામપાલ પણ છે. ફિલ્મ 15મી ઑગસ્ટે રિલીઝ થવાની છે કે જે એક પિતા-પુત્રીની વાર્તા છે.












Click it and Unblock the Notifications
