Pics : પણ રીયલ લાઇફમાં માતા બનવા તૈયાર નથી કરીના!

મુંબઈ, 3 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર સગર્ભા થયાં છે. સૈફ અલી ખાન સાથે લગ્નને જોકે હજી એક વર્ષ નથી થયો અને વારંવાર તેઓ બાળક અંગે ઇનકાર કરી ચુક્યાં છે, તો પછી આ તસવીર શું કહે છે? તસવીરમાં જોઈને તો એમ જ લાગે છે કે તેઓ સગર્ભા છે, પરંતુ કરીના કપૂર કેટલીય વાર કહી ચુક્યાં છે કે તેઓ અને સૈફ અલી ખાન હાલ બાળકની જવાબદારી ઉપાડવા તૈયાર નથી. આમ કહી શકાય કે રીલ લાઇફમાં સગર્ભા થવું અને માતા બનવું હોય તો ચાલશે, પણ કરીના કપૂર રીયલ લાઇફમાં હાલ માતા બનવા તૈયાર નથી લાગતાં.

કરીના કપૂરે સગર્ભ મહિલાનો ગેટ-અપ ધારણ કર્યો છે. તેઓ પોતાની આવનાર ફિલ્મ ગોરી તેરે પ્યાર મેંના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના સેટ ઉપર તેઓ કંઇક જુદા જ અંદાજમાં દેખાયાં કે જેને જોઈ તેમના ફૅન્સમાં હલચલ મચી ગઈ. ફિલ્મના સેટ ઉપર ગુલાબી રંગના સુંદર કપડામાં કરીના કપૂર સગર્ભા નજરે પડી રહ્યા હતાં.

નોંધનીય છે કે જ્યારથી સૈફ અલી ખાન સાથે કરીનાએ લગ્ન કર્યાં છે, ત્યારથી વારંવાર તેમના સગર્ભા હોવા અંગે ચર્ચાઓ થતી રહી છે અને તેમાંય ગોરી તેરે પ્યાર મેં ફિલ્મના સેટ ઉપર કરીના કપૂર આમ સગર્ભાવસ્થામાં દેખાયાં, તો લોકોને કંઈક વધુ જ શંકા પેદા થઈ. સેટ ઉપર પિંક ડ્રેસમાં કરીનાનું પેટ સગર્ભા મહિલાની જેમ બહાર નિકળેલું દેખાતુ ગતું. હકીકતમાં ફિલ્મના એક દૃશ્યમાં દિલ્હીના ટ્રાફિકનું સેટ બનાવાયુ હતું કે જ્યાં કરીનાએ ઇમરાન ખાન સાથે દૃશ્ય ફિલ્માવવાનું હતું. દૃશ્ય દરમિયાન જોવામાં આવ્યું કે કરીના કપૂર સગર્ભા મહિલા સ્વરૂપે બે ટ્રાફિક જવાનોને મદદ માટે પોકારતાં નજરે પડ્યાં. ફિલ્મમાં કરીના કપૂર સગર્ભા મહિલાનો રોલ કરી રહ્યાં છે.

સતત થાય છે ચર્ચા

સતત થાય છે ચર્ચા

જ્યારથી સૈફ અલી ખાન સાથે કરીનાએ લગ્ન કર્યાં છે, ત્યારથી વારંવાર તેમના સગર્ભા હોવા અંગે ચર્ચાઓ થતી રહી છે.

તૈયાર નથી કરીના

તૈયાર નથી કરીના

કરીના કેટલીય વાર કહી ચુક્યાં છે કે તેઓ અને સૈફ અલી ખાન હાલ બાળક માટે તૈયાર નથી.

સૈફનો પણ સાથ

સૈફનો પણ સાથ

કરીનાના આ મંતવ્ય સાથે પતિ સૈફ અલી ખાન પણ છે. તેઓ પણ કહે છે કે હાલ તેઓ પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત છે અને બાળક ઇચ્છતા નથી.

ફિલ્મમાં માતા

ફિલ્મમાં માતા

કરીનાએ જણાવ્યું કે તેઓ ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં માતા બન્યાં છે અને એટલે જ બેબી બમ્પનો યૂઝ કરી રહ્યાં છે.

સૌને છે ઇંતેજાર

સૌને છે ઇંતેજાર

કરીના-સૈફના લગ્નને હવે એક વર્ષ થવાનો છે અને સૌને તેમના બાળકનો ઇંતેજાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X