કરીના-કૅટરીના બંનેને પસંદ નથી ‘ખાન’
મુંબઈ, 3 નવેમ્બર : બૉલીવુડમાં કરીના કપૂરના લગ્ન બાદ લોકોએ તેમને બૉલીવુડના નવા ખાનની ઉપાધિ આપી દીધી છે, પરંતુ એવું લાગે છે કે કદાચ કરીનાને આ સરનેમ કઈંક ખાસ ગમી નથી રહી. માહિતી મળી છે કે કરીનાએ પોતાની આવનાર ફિલ્મ તલાશમાં પોતાની સરનેમ કપૂર જ રાખવા જણાવ્યું છે. બીજી બાજુ બૉલીવુડના દિગ્દર્શકો કૅટરીના કૈફને ચોથા ખાન તરીકે ગણાવી રહ્યાં છે. તાજેતરમાં જ સલમાન ખાન સાથે આવેલ કૅટરીનાની ફિલ્મ એક થા ટાઇગરે બૉક્સ ઑફિસે સફળતાના નવા આયામો સર કર્યાં છે અને આ સાથે જ તેમને ખાન સરનેમ સાથે જોડવામાં આવવા લાગ્યાં.

હવે કરીનાને તો ખાન સરનેમ પસંદ નથી આવી રહી, પરંતુ હવે તેઓને ગમે કે ના ગમે, સૈફ અલી ખાન સાથે લગ્ન બાદ તેમના નામ સાથે ખાન સરનેમ તો જોડાઈ જ ચુકી છે. રહી વાત કૅટરીનાની, તો તેમના કામે તેમને આ સરનેમ અપાઈ છે. કબીર ખાને તાજેતરમાં જ મીડિયા સાથે વાતચીત દરમિયાન સૌની સામે જણાવ્યું કે કૅટરીના બૉલીવુડના ચોથા ખાન છે, પરંતુ કૅટરીનાએ આ નિવેદન અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપી નહિં.
કરીના અને કૅટરીના બંને જ બૉલીવુડની સુંદર તેમજ સફળ અભિનેત્રીઓ છે, પરંતુ કદાચ આ બંનેને જ પોતાના નામ સાથે ખાન સરનેમ જોડવી ગમતી નથી, કારણ કે બંને કદાચ બૉલીવુડમાં ખાનોથી અલગ થઈ પોતાની એક જુદી ઓળખ સ્થાપવા માંગે છે અને તે પણ પોતાની સરનેમ સાથે. એમ પણ બૉલીવુડમાં અત્યાર સુધી ખાનોનો જ રાજ ચાલ્યો છે અને આવનાર પેઢીઓમાં પણ ખાન જ પૉપ્યુલર નજરે પડે છે, પરંતુ જ્યાં સુધી સફળ અભિનેત્રીઓની વાત છે, તો તેમાં કરીના કપૂર તેમજ કૅટરીના કૈફ જ ટોચે છે, કોઈ ખાન તો નહિં જ. તો એવામાં શું કામ આ અભિનેત્રીઓ ટૉપ એક્ટ્રેસિસને પણ ખાન સરનેમ સાથે જોડે?












Click it and Unblock the Notifications
