કઈં જ બદલાવાનું નથી લગ્ન પછી - કરીના

મુંબઈ, 25 સપ્ટેમ્બર : બૉલીવુડની હીરોન બેબો એટલે કે કરીના કપૂર ટુંકમાં જ લગ્નગ્રંથિથી જોડાનાર છે. કહે છે કે લગ્ન બાદ કોઈ પણ છોકરીનું આખુ જીવન બદલાઈ જતું હોય છે, પણ કરીનાનું માનવું છે કે સૈફ અલી ખાન સાથે લગ્ન બા તેનું જીવન પહેલાની જ જેમ રહેશે. તેમાં કોઈ પરિવર્તન નહિં આવે.

Saif-Kareena

આ સાથે જ કરીનાએ એમ પણ જણાવ્યું છે કે જ્યારે અમે છેલ્લા પાંચ વર્ષથી સાથે જ રહેતા હોય અને આ પાંચ વરસમાં અમારા જીવનમાં કોઈ ફેરફાર ન આવ્યો હોય, તો હવે શો ફેરફાર આવવાનો? કરીનાએ જણઆવ્યું કે લગ્ન બાદ તે પોતાનું નામ પણ નથી બદલવાની એટલે કે તેના નામની આગળ માત્ર ખાન જોડાઈ જશે અને તેનું નામ થઈ જશે કરીના કપૂર ખાન.

કરીનાનું કહેવું છે કે તેના અને સૈફના લગ્ન તો ઘણાં વખત પહેલાં જ થઈ ચુક્યા છે અને તેઓ છેલ્લા પાંચ વરસથી સાથે પણ રહે છે. આ પાંચ વરસમાં તે બંનેએ પોત-પોતાનું જીવન પોત-પોતાની રીતે વિતાવ્યું છે અને કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી ઊભી થ નથી, તો હવે જ્યારે માત્ર તેમના સંબંધ ઉપર કાનૂની મહોર લાગી જશે, તો કયો ફેરફાર આવવાનો?

કરીનાએ જણાવ્યુ હતું કે સૈફ અલી ખાને તેને સમ્પૂર્ણ આઝાદી આપી છે કે તે પોતાના જીવનને પોતાની રીતે જીવી શકે છે. એટલે કે કરીનાને પોતાના જીવનમાં સમ્પૂર્ણ આઝાદી મળશે. લગ્ન બાદ કરીના આવી જ રીતે ફિલ્મોમાં કામ કરતી રહેશે.

કરીનાનું એમ પણ માનવું છે કે લગ્ન બાદ જે રીતે તેમના સાસુ શર્મિલા ટાગોરે પોતાના કરિયરની બેસ્ટ ફિલ્મો કરી હતી તેવી જ રીતે કરીના પણ સેફ સાથે લગ્ન બાદ વધુ બહેતર કામ કરશે.

હાલ સૈફ (ગેલેરી) અને કરીનાના લગ્ન આવતા મહીનાની 16મી તારીખે થવાનું પાક્કુ થયું છે. સૈફે મુંબઈ ખાતે કોર્ટમાં પોતાના લગ્ન અંગેની અરજી આપી દીધી છે. અને કહેવાય છે કે તેમના લગ્ન મુંબઈમાં થશે તથા રિસેપ્શન દિલ્હી ખાતે યોજાશે. કરીનાના લગ્નનો ડ્રેસ જાણીતા ડ્રેસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા તૈયાર કરી રહ્યાં છે તેમજ સૈફનો સૂટ લંડન ખાતેથી મંગાવાયો છે. હવે તો બસ શરણાઈ વાગવાની વાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X