કરીના નથી કરતાં કરવા ચોથ : ભુખ્યા રહેવાથી કોઈની ઉંમર ન વધે
મુંબઈ, 22 ઑક્ટોબર : કરીના કપૂર ખાન કરવા ચોથ નથી કરી રહ્યાં. તેમણે તાજેતરમાં જ કહી દીધુ હતું કે તેઓ કરવા ચોથનો વ્રત નથી કરવાના. આ વખતે મીડિયાએ પ્લાન બનાવ્યો હતો કે તેઓ કરવા ચોથના દિવસે કરીનાના ઘરની બહાર રહેશે, પણ કરીનાએ ઇનકાર કરી દેતા મીડિયા નિરાશ થઈ ગયું છે.

કરીનાએ પહેલા તો મીડિયાને એમ કહી નિરાશ કર્યાં કે તેઓ સૈફ માટે કોઈ વ્રત નથી કરી રહ્યાં, કારણ કે તેઓ આ બધી વાતોમાં વિશ્વાસ નથી ધરાવતાં. પછી તેમણે એમ પણ જણાવયું કે સૈફ પણ એવું કશુય નથી કરતાં, કારણ કે જ્યારે તેઓ પોતે તેમના માટે વ્રત નથી રાખી રહ્યાં. કરીનાએ જણાવ્યું કે તેઓ નથી માનતા કે કોઈના માટે ભૂખ્યા રહી તેની વય વધારી શકાય છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભૂખ્યા નથી રહી શકતાં.
ખેર, આ તો થઈ કરીના કપૂર ખાનની વાત, પરંતુ મીડિયા માટે તો કરવા ચોથ બહુ મહત્વ ધરાવે છે. તેથી તેઓ સૈફના ઘરેથી પોતાના બોરિયા-બિસ્તર સમેટી અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી અને હૃતિક રોશનના ઘર તરફ જતા રહ્યાં છે. બૉલીવુડમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના કરવા ચોથના વ્રતનો ખૂબ જ મહત્વ છે, તો શિલ્પા શેટ્ટી અને સુઝાન રોશન પણ પોતાના પતિઓ માટે કરવા ચોથના વ્રત કરે છે.












Click it and Unblock the Notifications
