કરીનાએ લીધો એક મહીના લાંબો હનીમૂન બ્રેક
મુંબઈ, 2 ઑક્ટોબર : બૉલીવુડના સૌથી ચર્ચાસ્પદ અને લાંબાગાળાથી જેની રાહ જોવાય છે તેવા લગ્ન માટે હવે દુલ્હને પણ રજા લઈ લીધી છે. એટલે કે તેણે હનીમુન બ્રેક લઈ લીધો છે. હા જી, તમે બરાબર સમજ્યાં કે અમે કરીના કપૂરની વાત કરી રહ્યાં છીએ કે જેણે આવતાં એક મહીના સુધી કામ ન કરવાનો નિર્ણય કર્યો છે.

કરીનાએ પોતાની ફિલ્મોની ડેટ્સ આગળ વધારી દીધી છે. તેના આ નિર્ણયથી તેના દિગ્દર્શકો પણ તેનાથી નારાજ નથી કારણ કે સૌને ખબર છે કે કરીના કામ પ્રત્યે ઘણી સમર્પિત રહે છે. તેથી સૌએ તેને સરળતાપૂર્વક રજા આપી દીધી છે.
કરીનાની આવનારી ફિલ્મ છે તલાશ (જુઓ તસવીરો). કરીના હવે પોતાની આ આવનારી ફિલ્મ તલાશના પ્રમોશનમાં નજરે પડશે નહિં. આ ફિલ્મમાં તેના હીરો આમિર ખાન છે. તલાશ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં કરીનાએ વૈશ્યાનું પાત્ર ભજવ્યું છે.
તમને જણાવી દઇએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂર આગામી 16મી ઑક્ટોબરે લગ્ન કરવાનાં છે. જોકે આ અગાઉ કરીનાએ પણ જણાવ્યુ હતું કે લગ્ન તો માત્ર ઔપચારિકતા છે કે જે અમે નિભાવવા જઈ રહ્યાં છીએ. તે અને સૈફ તો છેલ્લા પાંચ વરસથી પતિ-પત્ની તરીકે સાથે જ રહે છે.












Click it and Unblock the Notifications
