ફેવીકૉલ બાદ ગબ્બરમાં જોવા મળશે કરીનાના લટકા-ઝટકા
મુંબઈ, 26 ઑક્ટોબર : દબંગ 2 ફિલ્મના હિટ આયટમ સૉંગ ફેવીકૉલ સે... બાદ ફરી એક વાર કરીના કપૂર પોતાના લટકા-ઝટકા દાખવવા આતુર છે. જાણવા મળે છે કે અક્ષય કુમારની ફિલ્મ ગબ્બરમાં કરીના કપૂર એક સ્પેશિયલ આયટમ નંબર કરવાના છે.

નોંધનીય છે કે ગબ્બર તેલુગુની હિટ રમન્ના ફિલ્મની હિન્દી રીમેક છે. આ ફિલ્મને સંજય લીલા ભાનુશાળી ઉપરાંત રમન્નાના દિગ્દર્શક કૃષ અને શબીના ખાન દિગ્દર્શિત કરવાના છે. શબીનાએ સંજય લીલા ભાનુશાળી તથા અક્ષય કુમાર સાથે રાઉડી રાઠોડમાં પણ કામ કર્યુ હતું કે જેણે સો કરોડની કમાણી કરી હતી.












Click it and Unblock the Notifications
