'કેમેરો જોઈને કેમ ભડકી જાય છે જેહ?', કરીનાએ જણાવી પોતાના નાના દીકરાની હરકત

તૈમૂર મીડિયા ફ્રેન્ડલી બની ગયો છે ત્યાં જેહ હજુ પણ વિચિત્ર પ્રતિક્રિયા આપે છે. કરીના કપૂરે ખુલાસો કર્યો છે કે કેમેરા જોયા બાદ જેહનો ચહેરો કેમ અજીબ થવા લાગે છે.

મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર એક શાનદાર અભિનેત્રી હોવા ઉપરાંત એક શ્રેષ્ઠ માતા પણ છે. બે બાળકો તૈમુર અને જહાંગીરની માતા કરીના ઘણીવાર તેના બાળકો સાથે જોવા મળે છે. કરીનાને તેના પુત્રો સાથે સમય પસાર કરવાનુ પસંદ છે. પાપારાઝીના કેમેરા પણ બંને બાળકોને કેદ કરવા માટે આતુર હોય છે, એક તરફ જ્યાં તૈમૂર મીડિયા ફ્રેન્ડલી બની ગયો છે ત્યાં જેહ હજુ પણ વિચિત્ર પ્રતિક્રિયા આપે છે. કરીના કપૂરે ખુલાસો કર્યો છે કે કેમેરા જોયા બાદ જેહનો ચહેરો કેમ અજીબ થવા લાગે છે.

નાના દીકરા જેહને કેમ આવે છે ગુસ્સો?

નાના દીકરા જેહને કેમ આવે છે ગુસ્સો?

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે તેના નાના પુત્ર જેહના વિશે ઘણી વાતો કરી. જેમાંથી એક વિશે જણાવતા કરીનાએ ખુલાસો કર્યો કે કેમ તેનો નાનો પુત્ર જેહ કેમેરાને જોયા પછી ગુસ્સે થઈ જાય છે અને વિચિત્ર ચિડાયેલા એક્સપ્રેશન આપે છે.

મમ્મી કરીનાએ જણાવ્યુ કારણ

મમ્મી કરીનાએ જણાવ્યુ કારણ

જેહના સ્વભાવ વિશે વાત કરતા કરીનાએ મજાકમાં કહ્યુ, 'તમે તેને જ્યારે પણ તે 18 કે 20 વર્ષનો થાય ત્યારે પૂછી શકો છો અને જો તે આ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય તો!' અભિનેત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે તે ગુસ્સે દેખાઈ શકે છે કારણ કે તે આશ્ચર્ય પામી રહ્યો છે કે લોકો શા માટે તેની તસવીરો લેતા રહે છે.

બાળકોનો ઉછેર કરીના કપૂર

બાળકોનો ઉછેર કરીના કપૂર

ન્યૂઝ18ને આપેલા ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેના બંને બાળકોના ઉછેર વિશે વાત કરતા આગળ કહ્યુ કે તે એક એવા ઘરમાં ઉછરી રહ્યા છે જે સમાન કાળજી વિશે છે અને તે જાણે છે કે તેના માતાપિતા બંને વ્યાવસાયિક છે. 41 વર્ષીય અભિનેત્રીએ કહ્યુ, 'મારા બાળકોએ આ સમજવુ પડશે કારણ કે સૈફ અને હું બંને વર્કિંગ પેરેન્ટ્સ છીએ અને આ વાત મે હંમેશા તૈમૂરને કહી છે. તે સાત મહિનાનો હતો ત્યારથી હું કામ કરવા જઈ રહી છુ.'

વિક્રમ વેધામાં દેખાશે સેફ

વિક્રમ વેધામાં દેખાશે સેફ

તમને જણાવી દઈએ કે આ સ્ટાર કપલે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. બાદમાં તેઓએ 2016માં તેમના પુત્ર તૈમુર અલી ખાન અને 2021માં જહાંગીર અલી ખાનનુ સ્વાગત કર્યુ. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના હાલમાં જ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળી. જ્યારે સૈફ અલી ખાન તેની આગામી ફિલ્મ 'વિક્રમ વેધા'માં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X