કરીના ખાન નહિં, કરીના કપૂર જ કહો...
મુંબઈ, 27 ઑક્ટોબર : ગત 16મી ઑક્ટોબરના રોજ સૈફ અલી ખાન અને કરીના કપૂર પતિ-પત્ની ગયાં છે. ત્યારથી જ સૌ કહી રહ્યાં હતાં કે કરીનાએ લગ્ન માટે ઇસ્લામ ન અપનાવ્યું તો શું થઈ ગયું? તે પોતાની અટક તો ખાન કરી જ લેશે.
પરંતુ હવે એવું નહિં થાય. કરીના કપૂર દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાની અટક નહિં બદલે અને કપૂર અટક સાથે જ ફિલ્મોમાં કામ કરતાં રહેશે.
આ માહિતી કરીના કપૂરની લગ્ન બાદ પ્રદર્શિત થવા જઈ રહેલ પ્રથમ ફિલ્મ તલાશના દિગ્દર્શિકા રીમા કાગતીએ આપી હતી. રીમાએ જણાવ્યું કે આ કોઈ ચર્ચાનો મુદ્દો નથી. કરીનાએ અગાઉથી જ સ્પષ્ટ કરી નાંખ્યુ હતું કે ફિલ્મની કાસ્ટિંગમાં તેની અટક બદલાશે નહિં.
આપને જણાવી દઇએ કે કરીનાએ સૈફ સાથે કોર્ટ મૅરેજ કર્યાં છે. તેના પગલે ઇસ્લામિક સંગઠનોએ કરીનાના લગ્નને ઇસ્લામ વિરુદ્ધ અને ગેરકાયદે જાહેર કર્યાં છે.













Click it and Unblock the Notifications
