દબંગ 2માં ફેવીકૉલ મચાવશે ધૂમ, ટુંકમાં કરીના કરશે શુટિંગ

મુંબઈ, 27 ઑક્ટોબર : કરીના કપૂર હોય કે કરીના ખાન. શું ફેર પડે છે? બૉલીવુડને તો કરીનાના ઝીરો ફિગર અને તેમના અભિનય સાથે મતલબ છે. તાજેતરમાં જ કરીના કપૂરે યશ ચોપરાના આકસ્મિક અવસાનના પગલે પોતાની દબંગ ફિલ્મના આયટમ સૉંગના શુટિંગની તારીખ આગળ વધારી દીધી. સલમાન ખાને પણ પોતાની ફિલ્મનું શુટિંગ રોકી યશ ચોપરાની અંતિમ યાત્રામાં પોતાની હાજરી નોંધાવી. પરંતુ સમાચાર છે કે ટુંકમાં જ કરીના કપૂર દબંગ 2ના આયટમ સૉંગનું શુટિંગ કરશે.

Kareena Kapoor

સૂત્રોએ જણાવ્યાં મુજબ 5મી નવેમ્બરના રોજ કરીના કપૂર દબંગ 2માં પોતાની ઉપર ફિલ્માવવામાં આવનાર આયટમ સૉંગ ફેવીકૉલનું શુટિંગ કરશે. દબંગમાં ઝંડૂ એ ધૂમ મચાવી હતી, તો દબંગ 2માં ફેવીકૉલ ધૂમ મચાવશે. કરીના સાથે તેમના હબી એટલે કે છોટે નવાબ સૈફ અલી ખાન પણ પોતાની ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત રહેશે. કરીના અને સૈફ બંને પોતાના કરિયર અંગે એટલાં બધા સીરિયસ છે કે પહેલા પોતાના લગ્ન અને હવે પોતાના હનીમૂનને પણ બંનેએ મુલત્વી રાખ્યાં છે.

સલમાન ખાન પણ હવે જલ્દીથી જલ્દી દબંગ 2 ફિલ્મના આયટમ સૉંગનું શુટિંગ ખતમ કરવા માંગે છે. દબંગ 2 ફિલ્મની સફળતાને લઈને સલમાન થોડાંક ચિંતામાં પણ છે કારણ કે એક થા ટાઇગર બાદ દબંગ 2 સલમાનની આ વર્ષની છેલ્લી ફિલ્મ હશે અને તેઓ ઇચ્છે છે કે દબંગ 2 દબંગ કરતાં પણ વધુ સફળ થાય. દબંગમાં તો તેમના ભાભી મલાઇકા અરોરા ખાનના આયટમ સૉંગે હંગામો ઊભો કર્યો હતો. હવે જોઇએ કે કરીનાનું આ ફેવીકૉલ દબંગ 2ની સફળતામાં કેટલો મજબૂત સાંધો લગાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X