Pics : સૈફને છોડી કે3જીની યાદોમાં ખોવાયાં કરીના
મુંબઈ, 12 જુલાઈ : કરીના કપૂર તાજેતરમાં જ ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં પહોંચી બાર વરસ જૂની યાદોમાં ખોવાઈ ગયાં. તેમને યાદ આવી ગઈ કે3જી ફિલ્મ અને તેનું ગીત બોલેં ચૂડિયાં બોલે કંગના...
હકીકતમાં કરીનાની આગામી ફિલ્મ ગોરી તેરે પ્યાર મેંના એક ગીતનું શૂટિંગ ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં ચાલી રહ્યું હતું કે જેમાં તેમના નાયક ઇમરાન ખાન છે, પરંતુ કરીના ગોરી તેરે પ્યાર મેં ફિલ્મના સેટ ઉપર પહોંચી બાર વરસ જૂની યાદોમાં ખોવાઈ ગયાં. તેમને યાદ આવી ગઈ કરણ જૌહર નિર્મિત 2001માં આવેલી કભી ખુશી કભી ગમ ફિલ્મ. આ ફિલ્મનું ગીત બોલેં ચૂડિયાં બોલે કંગના... ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં જ શૂટ કરવામાં આવ્યુ હતું. કરણ જૌહર નિર્મિત કે3જી ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત શાહરુખ ખાન અને હૃતિક રોશન હતાં.
આવો ગોરી તેરે પ્યાર મેં ફિલ્મના સેટ ઉપરની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ભૂતકાળ બન્યું વર્તમાન
આજે તો કરીના કપૂર સૈફ અલી ખાનના બેગમ બની ગયાં છે, પરંતુ તેઓ જ્યારે ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં પહોંચ્યાં તો તેમને લાગ્યું જાણે 12 વર્ષ પહેલાનું ભૂતકાળ વર્તમાન બની ગયું હોય.

એ જ કરણ જૌહર
બાર વરસ પહેલા કરણ જૌહરની ફિલ્મ કે3જીના શૂટિંગ માટે ફિલ્મીસ્તાન સ્ટુડિયો આવેલા કરીના કપૂર આજે જ્યારે 12 વરસ બાદ ફિલ્મીસ્તાન સ્ટુડિયો પહોંચ્યા, તો તે ફિલ્મ એટલે કે ગોરી તેરે પ્યાર મેં પણ કરણ જૌહર જ બનાવી રહ્યાં છે.

મનીષ મલ્હોત્રા પણ રિપીટ
કરીના માટે આ ક્ષણ એટલા માટે પણ વધુ રોમાંચક હતી કે કે3જીમાં તેમના ડ્રેસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા હતાં, તો ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં પણ તેમના ડ્રેસ ડિઝાઇનર મનીષ જ છે.

આજના દિગ્દર્શકની મદદ કરી હતી
કરીનાએ આજે તેમની ફિલ્મ ગોરી તેરે પ્યાર મેંને દિગ્દર્શિત કરી રહેલાં પુનીત મલ્હોત્રાને બાર વરસ પહેલા કે3જી વખતે મદદ કરી હતી.

આગળ નિકળી ગયાં
જોકે કરીના કપૂર અને પુનીત મલ્હોત્રા બંને તે તબક્કા કરતાં આજે બહુ આગળ નિકળી ગયાં છે, પરંતુ આ સંજોગની તેઓ અવગણના તો ન જ કરી શક્યાં.












Click it and Unblock the Notifications
