સોશિયલ મીડિયામાં સલમાન-કરીના નંબર વન
મુંબઈ, 29 ઑક્ટોબર : આજકાલ સલમાન ખાનના સિતારાઓ બહુ બુલંદ છે. એટલે જ તો તેમના હાથનો સ્પર્શ થતાં જ માટી પણ સોનું થઈ જાય છે. તેથી તેઓ ફિલ્મ જગતની સાથે-સાથે સોશિયલ મીડિયામાં પણ નંબર વન થઈ ગયાં છે.

ઇંટરનેટ પર તેમને જ લોકો વધુ સર્ચ કરે છે. તેમને યૂ ટ્યુબ ઉપર સૌથી વધારે શોધવામાં આવે છે અને ફેસબુક ઉપર પણ તેમને જ સૌથી વધુ લાઇક કરાય છે. તેના પગલે જ સલમાન ખાન આજે ઇન્ડિયાની સૌથી વધુ લોકપ્રિય હસ્તી બની ગયાં છે. ટાઇમ્સના નવા સર્વે પ્રમાણે છેલ્લા બે વર્ષોના પ્રદર્શન હિસાબે સલમાન ખાન ઇંટરનેટ પર સૌથી વધુ લોકપ્રિય હસ્તી છે. તેથી તેઓ સોશિયલ મીડિયામાં નંબર વન છે.
જ્યારે અભિનેત્રીઓમાં આ ખિતાબ જાય છે બૉલીવુડના બહુ બેગમ કરીના કપૂરના નામે. સતત હિટ ફિલ્મો આપવાં અને સૈફ અલી ખાન સાથે લગ્નના કારણે ચર્ચામાં રહેનાર કરીના કપૂરને પણ લોકોએ છેલ્લા કેટલાંક દિવસોમાં સૌથી વધુ ઇંટરનેટ પર સર્ચ કર્યાં છે. તેથી અભિનેત્રીઓની યાદીમાં નંબર વનની પૉજિશન બેબોએ હાસલ કરી છે.
ચાલો આપને બતાવીએ અભિનેતાઓ-અભિનેત્રીઓની ઇંટરનેટ પૉજિશન
અભિનેતાઓ
1. સલમાન ખાન
2. અક્ષય કુમાર
3. શાહરુખ ખાન
4. રણબીર કપૂર
5. અમિતાભ બચ્ચન
6. ઇમરાન હાશમી
7. અજય દેવગણ
8. સૈફ અલ ખાન
9. આમિર ખાન
10. હૃતિક રોશન
અભિનેત્રીઓ
1. કરીના કપૂર
2. કૅટરીના કૈફ
3. પ્રિયંકા ચોપરા
4. બિપાશા બાસુ
5. ઐશ્વર્યા રાય
6. સોનાક્ષી સિન્હા
7. વિદ્યા બાલન
8. દીપિકા પાદુકોણે
9. અનુષ્કા શર્મા
10. અસીન












Click it and Unblock the Notifications
