For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલએફડબ્લ્યૂમાં રૅમ્પ પર ઉતર્યાં સોનેરી કરિશ્મા!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 ઑગસ્ટ : લૅક્મે ફૅશન વીક (એલએફડબ્લ્યૂ) શીતકાલીન મહોત્સવ 2013માં રવિવારે બૉલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર સોનેરી રંગે રંગાઈ ગયાં. ડિઝાઇનર વિક્રમ ફડનીસ દ્વારા ડિઝાઇન કરાયેલી પોશાકમાં રૅમ્પ ઉપર ઉતર્યા હતાં કરિશ્મા કપૂર. ઉપલા ભાગમાં ભારે ભરતકામ ધરાવતા સોનેરી રંગના ગાઉનમાં કરિશ્મા ખૂબ જ સુંદર લાગતા હતાં.

-karishma-lakme

વિક્રમનું સંગ્રહ પૉન્ડ્સ ગોલ્ડ રેડિયંસથી પ્રભાવિત હતું. આગામી તહેવારોની મોસમ માટે તૈયાર કરાયેલ આ પોશાકમાં અસલી સોનાના સૂક્ષ્મ કણો હતાં. વિક્રમના સંગ્રહમાં લાંબા ગાઉન, નાની પોશાકો, ચમકદાર જૅકેટ તથા સોનેરી પેંટો નજરે પડી. મોટાભાગની પોશાકો સોનેરી, હાથી દાંત, તાંબા તથા માટી કલરની હતી. વિક્રમના સંગ્રહમાં કમરબંધ તથા હાથના કડા જેવી સાજ-સજ્જાની સહાયક વસ્તુઓ પણ ઉપલબ્ધ હતી.

લૅક્મે ફૅશન વીકની શરુઆત વિક્રમ ફડનીસના ઑડિયો-વિઝ્યુઅલ સાથે થઈ. તે પછી સોનેરી સુંદર પોશાકમાં કરિશ્મા કપૂર રૅમ્પ પર ઉતર્યાં. નોંધનીય છે કે બૉલીવુડના સૌથી સેક્સી અભિનેત્રી કરિશ્મા કપૂર એક વખતે સુપરહિટ અભિનેત્રી ગણાતા હતાં, પરંતુ અચાનક સંજય કપૂર સાથે લગ્ન કરી લેતાં તેઓ બૉલીવુડમાંથી ગાયબ થઈ ગયા હતાં. પછી પતિ સાથે અણબનાવના પગલે તેઓ તેમનાથી જુદા રહેવા લાગ્યાં અને પુનઃ બૉલીવુડમાં સક્રિય થયાં છે.

English summary
Dazzling in a gold gown with a heavily embroidered top, Bollywood actress Karisma Kapoor Sunday walked the ramp for ace designer Vikram Phadnis at the ongoing Lakme Fashion Week (LFW) Winter/Festive 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X