Birthday Special : ચાલીસે સ્પર્શતાં કરિશ્મા આજેય સૉલ્ટી!

મુંબઈ, 25 જૂન : આજે બૉલીવુડના સૌથી સેક્સી અભિનેત્રી કરિશ્મા કપૂરનો આજે જન્મ દિવસ છે. તેઓ 39 વર્ષના થઈગયાં છે. કરિશ્માપોતાનો સ્પેશિયલ ડે પોતાના લવિંગ સિસ્ટર કરીના કપૂર સાથે લંડન ખાતે ઉજવી રહ્યાં છે. ભલે લોલોની ઉંમરનો કાંટો આજે 39ને ઓળંગી જઈ ચાલીસને સ્પર્શી ગયો હોય, છતાં તેમના રૂપ-રંગમાં કોઈ બદલાવ નથી આવ્યાં. આજેય તેઓ સૉલ્ટી છે.

હિન્દી સિનેમાના સુંર અભિનેત્રીઓમાંના એક કરિશ્માને જોઈ કોઈ ન કહી શકે કે તેઓ બે બાળકોના માતા છે. પ્રેમ કૈદી ફિલ્મ દ્વારા પોતાનું બૉલીવુડ કરિયર શરૂ કરનાર સેક્સી ગર્લ લોલોએ રાજા હિન્દુસ્તાની, રાજા બાબૂ, સાજન ચલે સસુરાલ, હીરો નંબર 1, કુલી નંબર 1 તથા ઝુબૈદા જેવી બહતેરીન ફિલ્મો કરી છે. તેઓ એક વખતે ગોવિંદા સાથે સરકાય લો ખટિયા... કહેતા નજરે પડ્યાં, તો ક્યારેક નિશા બની સ્ટેજ ઉપર લે ગઈ લે ગઈ.. કહેતાં નજરે પડ્યાં.

બૉલીવુડના ત્રણ ખાનો સાથે સુપરહિટ ફિલ્મો આપનાર કરિશ્મા કપૂરે એક દાયકા સુધી ફિલ્મી દુનિયા ઉપર રાજ કર્યું છે. ફિલ્મ પડદે ગોવિંદા-કરિશ્માની જોડી જોવા લોકો આતુર રહેતાં. ગોવિંદા-કરિશ્માએ ડેવિડ ધવન સાથે મળી સતત 7 હિટ ફિલ્મો આપી છે. તેથી જ બંનેની જોડીને નંબર વન કહે છે.

આવો તસવીરો સાથે જાણીએ કરિશ્મા કપૂર અંગે કેટલીક વધુ વિગતો :

બૉલીવુડ, લગ્ન અને છુટાછેડા

બૉલીવુડ, લગ્ન અને છુટાછેડા

1991માં ફિલ્મ પ્રેમ કૈદી દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર કરિશ્મા કૅરિયરના ટોચે હતાં, પરંતુ 2003માં તેમણે સંજય કપૂર સાથે લગ્ન કરી લીધાં. તેઓ સંજયના બે બાળકોના માતા પણ બન્યાં. જોકે પછી બંનેના સંબંધો પગડ્યાં અને હવે છુટાછેડાના આરે પહોંચ્યાં છે.

પુનઃ સક્રિય

પુનઃ સક્રિય

કરિશ્મા દિલ્હીમાં સંજય સાથે ન રહેતાં મુંબઈમાં માતા બબીતા સાથે રહે છે. તેઓ ફિલ્મોમાં પુનઃ સક્રિય થઈ રહ્યાં છે. તેમની કમબૅક ફિલ્મ ડેંજરસ ઇશ્ક સુપર ફ્લૉપ રહી. હવે તેઓ રેડિયો તરફ વળ્યાં છે.

બીજા પત્ની

બીજા પત્ની

કરિશ્મા સંજયના બીજા પત્ની છે. સંજયના પ્રથમ પત્નીથી છુટાછેડા થઈ ચુક્યા હતાં. કહે છે કે સંજયના કોઇક મૉડેલ સાથે લવ-અફૅર છે કે જેથી સંજય-કરિશ્માના સંબંધો વણસ્યાં.

કરિશ્મા-અભિષેક

કરિશ્મા-અભિષેક

કરિશ્માના લગ્ન અભિષેક બચ્ચન સાથે થનાર હતાં. બંનેના સગપણ પણ થઈગયા હતાં, પરંતુ પછી આ સગપણ તુટી ગયું અને અભિષેક ઐશ્વર્યાના, તો કરિશ્મા સંજયના થઈ ગયાં.

કરીના-સૈફની નજીક

કરીના-સૈફની નજીક

કરિશ્મા પોતાના બહેન કરીના તથા બનેવી સૈફની બહુ નજીક છે. કરિશ્મા સામાન્ય રીતે પોતાના બહેન-બનેવી સાથે દેખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X