Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કરિશ્મા-સંજય વચ્ચે છુટાછેડા નક્કી

મુંબઈ, 21 નવેમ્બર : એક બાજુ કપૂર ખાનદાનના નાના દીકરી કરીના કપૂર ગત માસે જ લગ્નગ્રંથિથી જોડાયાં છે, તો બીજી બાજુ માહિતી મળે છે કે કપૂર પરિવારના મોટા દીકરી કરિશ્મા કપૂરના લગ્ન પડી ભાંગ્યાં છે. મળતી માહિતી પ્રમાણે કરિશ્મા અને તેમના પતિ સંજય કપૂર વચ્ચે હવે પતિ-પત્ની જેવું કશું જ નથી અને બંનેએ હવે અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. બંનેએ છુટાછેડાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Karishma Kapoor

ફરી એક વાર ચર્ચા છે કે કરિશ્મા-સંજય વચ્ચે છુટાછેડાનું કારણ બીજી સ્ત્રી છે. કરિશ્માના પતિ સંજય કપૂરનું દિલ્હીના ઉદ્યમી પ્રિયા ચટવાલ સાથે અફૅર ચાલી રહ્યું છે. તેથી કરિશ્મા-સંજય વચ્ચે અણબનાવ થયો અને કરિશ્માએ છુટાછેડાનો નિર્ણય કર્યો. સૌથી મોટો પ્રશ્ન બાળકોનો છે. આ અંગે બંનેએ પ્લાન કર્યું છે કે તેઓ કાનૂની મદદના કારણે વારાફરતી બાળકોને પોતાની પાસે રખશે, કારણ કે બાળકો બહુ નાનાં છે.

કરિશ્મા અને સંજયના સંબંધો વણસ્યાના સમાચારો ઘણાં દિવસોથી વહેતા હતાં. કરિશ્મા એમ પણ દિલ્હીમાં સંજય પાસે ન રહેતાં પોતાના માતા બબીતા સાથે મુંબઈમાં રહે છે. અને કદાચ આ જ કારણ રહ્યું કે કરિશ્મા ફરીથી એડ જગત અને ફિલ્મોમાં સક્રિય થવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

આપને જણાવી દઇએ કે કરિશ્મા એમ પણ સંજયના બીજા પત્ની છે. પ્રથમ પત્ની સાથે સંજયના છુટાછેડા થઈ ચુક્યા હતાં. તે પછી જ કરિશ્માએ સંજય સાથે લગ્ન કર્યા હતાં.

કરિશ્માના લગ્ન પણ અભિષેક બચ્ચન સાથે થનાર હતાં. બંનેના સગપણ પણ થઈ ચુક્યા હતાં, પરંતુ કોણ જાણે કેમ કોઈ કારણસર આ સગપણ તુટી ગયુ હતું અને પછી અભિષેકે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યાં. કરિશ્મા-સંજયના બે બાળકો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X