સારા અલી ખાનના ઘરે પહોંચ્યો કાર્તિક આર્યન, બંને વચ્ચે ચક્કર હોવાની ચર્ચા તેજ

સારા અલી ખાનના ઘરે પહોંચ્યો કાર્તિક આર્યન, બંને વચ્ચે ચક્કર હોવાની ચર્ચા તેજ

સારા અલી ખાન અને કાર્તિક આર્યન વચ્ચે ઈશ્ક હોવાની ચર્ચા ચારોતરફ ફેલાઈ છે. બંને પબ્લિક સામે તો ઓછા જોવા મળે છે પરંતુ બંનેને છાનામાના મળતાં કેટલીયવાર જોવામાં આવ્યાં છે. હાલમાં જ કાર્તિક આર્યનને સારાના ઘર પર સ્પૉટ કરવામાં આવ્યો હતો. ત્યારે ચર્ચા જાગી રહી છે કે શું સારા અલી ખાન અને કાર્તિક વચ્ચે કાંઈ ચક્કર ચાલી રહ્યું છે?

સારા અલી ખાનના ઘરે પહોંચ્યો કાર્તિક

સારા અલી ખાનના ઘરે પહોંચ્યો કાર્તિક

સારા અલી ખાનના ઘરની બહાર કાર્તિક કૂલ અંદાજમાં જોવા મળ્યો. બ્લેક ટીશર્ટમાં કાર્તિક હૉલીડે મૂડમાં જોવા મળી રહ્યો હતો. તસવીરોમાં કાર્તિક સાથે સારા તો જોવા ન મળી પરંતુ બંનેની કેમેસ્ટ્રી હાલના દિવસોમાં ભારે ચર્ચામાં છે. અગાઉ સારા અને કાર્તિકની ઈદના અવસરે સામે આવેલ તસવીર ચર્ચામાં રહી હતી.

બંને વચ્ચે ઈશ્ક?

બંને વચ્ચે ઈશ્ક?

તસવીરમાં બંને કોઈ મસ્જિદની બહાર જોવા મળી રહ્યા હતા. તસવીરમાં ચેહરા પર રૂમાલ બાંધી કાર્તિક આર્યન સાથે સારા પણ ચેહરા પર નકાબ લપેટેલ જોવા મળી હતી. ડીએનએના રિપોર્ટ મુજબ સારા અલી ખાન અને કાર્તિક આર્યનના નજીક આવવાથી મા અમૃતિ સિંહ નારાજ છે. રિપોર્ટ્સ મુજબ પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે સારાની પર્સનલ લાઈફ પ્રભાવિત થઈ રહી છે અને તે સતત કાર્તિક સાથે લિંક થવાને લઈ સમાચારમાં બની રહી છે.

શૂટિંગમાં વ્યસ્ત

શૂટિંગમાં વ્યસ્ત

અહેવાલ છે કે સારને તેની માએ કરિયર પર ફોકસ કરવા કહ્યું છે. જ્યાં સુધી સૈફ અલી ખાનની વાત છે સારાના કાર્તિક સાથે લિંક હોવાને લઈ પાપા સૈફ અલી ખાનને કાંઈ વાંધો નથી. આમ પણ બંને હાલ ફિલ્મ લવ આજકલ 2માં સાથે કામ કરી રહ્યા છે. એવામાં શૂટિંગ સેટથી આઉટિંગ સુધી બંનેને કેટલીયવાર સાથે સ્પૉટ કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X