Pics : રણબીર સાથેની તસવીરો લીક થતાં ખુશ છે કૅટરીના!
મુંબઈ, 30 જુલાઈ : સ્પેનના એબીઝા બીચ ઉપર રણબીર-કૅટની અંતરંગ પળોની તસવીરો મીડિયામાં લીક થતાં રણબીરના માતા-પિતા નીતૂ સિંહ તેમજ ઋષિ કપૂર ભલે રોષે ભરાયાં છે, પણ કૅટરીના કૈફ તો ખુશ જ છે.
મળતી માહિતી મુજબ કૅટરીના કૈફે જાતે તો આ અંગે કોઈ પ્રત્યાઘાત નથી આપ્યાં, પણ તેમની નજીકના એક સૂત્રે જણાવ્યું કે કૅટરીનાને આ તસવીરો લીક થતાં કોઈ વાંધો નથી. ઉલ્ટાનું કૅટરીના હવે પોતાની જાતને હળવા અનુભવે છે, કારણ કે હવે તેમનો અને રણબીરનો સંબંધ ખુલ્લો પડી ગયો છે અને બંને ગમે ત્યારે સાથે હરી-ફરી શકે છે.
દરમિયાન રણબીરના માતા-પિતા ઋષિ કપૂર તથા નીતૂ સિંહનો રોષ મીડિયા સામે ફુટ્યો છે કે મીડિયાએ તેમના પુત્રની અંગત પળો તેમજ પર્સનલ લાઇફની વાતો લોકો સામે ખોટા સમયે અને ખોટી રીતે પિરસી છે. ઋષિ-નીતૂ પોતે રણબીરની પર્સનલ લાઇફમાં દખલ નથી આપતાં, તો પછી મીડિયાનો હસ્તક્ષેપ તેમને કઈ રીતે બર્દાશ્ત થાય.
નોંધનીય છે કે તાજેતરમાં જ સ્ટારડસ્ટ પત્રિકમાં પ્રસિદ્ધ તસવીરોથી ખુલાસો થયો હતો કે કૅટરીના તથા રણબીર બંને સ્પેનમાં સાથે રજાઓ ગાળી આવ્યાં છે. સ્પેનના એબીઝા બીચ ઉપર કૅટરીના કૈફ બિકિનીમાં રણબીર કપૂર સાથે દેખાયાં. તસવીરો ચોંકાવનારી છે. તે પછી મીડિયામાં ચર્ચા ગરમ છે કે કૅટ-રણબીર વચ્ચે અફૅર પુરજોશમાં ખિલી ઉઠ્યું છે.
જોકે આ ચર્ચા લાંબા વખતથી ચાલી આવે છે કે રણબીર-કૅટરીના એક-બીજાને પસંદ કરે છે, પણ બંને ખુલીને આ અંગે કંઈ કહેતાં નથી. હાલ તો કૅટરીના કપૂર અને રણબીર કપૂર અર્ધનગ્ન અવસ્થામાં દેખાતાં સૌ કોઈ હતપ્રભ છે. આ તસવીરો સાથે જ રણબીર અને દીપિકા પાદુકોણે વચ્ચેના અફૅરની ચર્ચાઓ ઉપર વિરામ લાગી ગયું છે.

રણબીર-કૅટ સ્પેનમાં
સ્ટારડસ્ટ પત્રિકામાં પ્રસિદ્ધ તસવીરોથી ખુલાસો થયો કે રણબીર-કૅટરીનાએ સ્પેનમાં રજાઓ ગાળી. એબીઝા બીચ ઉપર બંને અર્ધનગ્ન અવસ્થામાં દેખાયાં. તસવીરો ખૂબ જ ચોંકાવનારી છે.

ઋષિ-નીતૂ નારાજ
પુત્ર રણબીરને બિકિનીમાં કૅટ સાથે જોઈ ઋષિ-નીતૂ નારાજ છે. બંને રણબીર સામે નહીં, પણ મીડિયા સામે નારાજ છે.

કૅટ-રણબીર વચ્ચે અફૅર ખુલ્લો પડ્યો
મીડિયામાં ચર્ચા ગરમ છે કે રણબીર-કૅટ વચ્ચે જોરદાર અફૅર ચાલે છે. યે જવાની હૈ દીવાની બાદ રણબીર થોડોક આરામ ઇચ્છતા હતાં, તો બૅંગ બૅંગનું શૂટિંગ હૃતિકની સર્જરીના પગલે ટળી જતાં કૅટે પણ બ્રેક લીધું અને બંને સ્પેન ઉપડી ગયાં. સ્ટારડસ્ટના ફોટોગ્રાફરોએ સ્પેન ખાતે બંનેની અંગત પળોની તસવીરો ઝડપી લીધી.

રણબીરે આપી ગિફ્ટ
તાજેતરમાં જ કૅટરીનાના જન્મ દિવસે રણબીરે કૅટને સુંદર ગિફ્ટ આપી હતી. તે પછી બંને સ્પેનમાં દેખાતાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

દીપિકા સાથે પૂર્ણવિરામ
યે જવાની હૈ દીવાની બાદ રણબીર-દીપિકા વચ્ચે પુનઃ રોમાંસની ચર્ચાઓ વચ્ચે રણબીર-કૅટની આ તસવીરો સામે આવતાં જ રણબીર-દીપિકા વચ્ચેના રોમાંસ ઉપર પૂર્ણવિરામ લાગી ગયું છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
