Pics : અને રણબીર-કૅટરીના ઉપડી ગયાં શ્રીલંકા!
મુંબઈ, 24 જુલાઈ : બૉલીવુડમાં કૅટરીના કૈફ અને રણબીર કપૂર વચ્ચે અફૅર્સની જોર પકડતી ચર્ચાઓ વચ્ચે આ જોડી શ્રીલંકા પ્રવાસે ઉપડી ગઈ છે. તાજેતરમાં જ કૅટરીના કૈફના જન્મ દિવસે આમિર ખાન દ્વારા યોજાયેલ પાર્ટીમાં પ્રથમ ગેસ્ટ તરીકે હાજર રહેનાર રણબીર કપૂર હવે કૅટરીના સાથે શ્રીલંકા પ્રવાસે ઉપડી જતાં બૉલીવુડમાં ચર્ચાઓનો જોર વધુ તેજ થઈ ગયો છે.
એક વખતે સલમાન ખાનના ગર્લ ફ્રેન્ડ તરીકે જાણીતા કૅટરીના કૈફ છેલ્લા કેટલાંક સમયથી રણબીર કપૂરની વધુની વધુ નજીક આવતાં જાય છે. બંને પહેલા તો લંડન, પછી સ્પેનમાં સાથે દેખાયાં અને હવે બંને શ્રીલંકા પ્રવાસે ઉપડી ગયાં છે. તાજેતરમાં જ 29મો જન્મ દિવસ ઉજવનાર કૅટરીના કૈફ માટે આમિર ખાને પાર્ટી આપી હતી અને તેમાં સૌથી મહત્વની અને આકર્ષક હાજરી રણબીર કપૂરની હતી, તો બીજી બાજુ સલમાન ખાન આ પાર્ટીમાં ક્યાંય દેખાયા નહોતાં.
નોંધનીય છે કે આ એ જ કૅટરીના કૈફ છે કે પાંચ વરસ અગાઉ તેમના જન્મ દિવસે યોજાયેલ પાર્ટીમાં સલમાન ખાન અને શાહરુખ ખાન વચ્ચે ઝગડો થયો હતો. તાજેતરમાં જ કોંગ્રેસ ધારાસભ્ય બાબા સિદ્દીકી દ્વારા અપાયેલ ઇફ્તાર પાર્ટીમાં સલમાન-શાહરુખ એક-બીજાને ભેંટતાં પાંચ વરસ અગાઉ ઉજવાયેલ કૅટનો પેલો જન્મ દિવસ યાદ આવી ગયો.
કૅટરીના કૈફ હવે બૉલીવુડમાં કદાચ બહુ આગળ નિકળી ચુક્યાં છે. સલમાન ખાને જ કૅટને બૉલીવુડમાં તક આપી હતી, પરંતુ કૅટરીના આજકાલ રણબીરની બાહોમાં છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

રણબીર-કૅટ શ્રીલંકામાં
બૉલીવુડમાં અનેક ચર્ચાઓ વચ્ચે રણબીર કપૂર અને કૅટરીના કૈફ શ્રીલંકા પ્રવાસે ઉપડી ગયાં છે.

જન્મ દિવસે પણ સાથે હતાં
તાજેતરમાં યોજાયેલ કૅટરીના કૈફની જન્મ દિવસ પાર્ટીમાં પણ કૅટ અને રણબીર સાથે જ હતાં.

સ્પેનમાં વૅકેશન
રણબીર અને કૅટ તાજેતરમાં જ સ્પેનમાં વૅકેશન ગાળીને આવ્યાં છે.

મસ્તી કરી
કહે છે કે રણબીર અને કૅટે સ્પેનમાં મન મૂકીને મસ્તી કરી. તેમની અનેક તસવીરો પણ જાહેર થઈ છે.

નીતૂને પણ ગમે છે કૅટ
રણબીરના માતા નીતૂ સિંહ પણ કૅટરીના કૈફને રણબીર માટે પરફેક્ટ ચૉઇસ ગણે છે. તાજેતરમાં જ તેમણે લંડન ખાતે કૅટ સાથે ડિનર પણ લીધુ હતું.












Click it and Unblock the Notifications
