For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૃતિક સાથે પુનઃ ઢિશુમ ઢિશુમ કરશે કૅટરીના કૈફ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 ફેબ્રુઆરી : પુનઃ એક વાર બૉલીવુડના બાર્બી ગર્લ કૅટરીના કૈફ બિંદાસ્ત રોલમાં નજરે પડનાર છે. તે પણ ડૅશિંગ સ્ટાર હૃતિક રોશન સાથે. સમાચાર મળે છે કે હૉલીવુડની જાણીતા એક્શન ફિલ્મ નાઇટ એન્ડ ડેની હિન્દી રીમેકમાં કૅટરીના તથા હૃતિક લીડ રોલ કરી રહ્યાં છે. આ ફિલ્મને એવી જ રીતે ફિલ્માવવામાં આવશે કે જેમ અંગ્રેજી ફિલ્મ હતી. ફિલ્મમાં જોરદાર એક્શન સીન્સ હતાં અને હવે હિન્દી રીમેકમાં પોતે કૅટરીના કૈફ કરશે.

hrithik-katrina

આપને યાદ હશે કે કૅટ અને હૃતિકની સુપરહિટ ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારા આવી હતી. તેમાં કૅટે પોતે એક્શન સીન્સ કર્યા હતાં. જાણવા એમ પણ મળે છે કે કૅટરીનાને ટ્રેનિંગ આપવા માટે અમેરિકાથી ટ્રેનર બોલાવાયાં છે.

કૅટરીના કૈફને સ્ટંટ સીન્સ કરતા મજા આવે છે. આ વાત તેઓ અગાઉ પણ કહી ચુક્યાં છે. આશ્ચર્યની વાત છે કે જોવામાં ખૂબ જ સુંદર અને નમણા કૅટરીના કૈફને એક્શન સીન્સ કરવામાં રસ છે. જોઇએ નાઇટ એન્ડ ડે ફિલ્મની હિન્દી રીમેકમાં ઝિંદગી ના મિલેગી દોબારા જેવી કમાલ તેઓ દોહરાવી શકશે કે કેમ? હાલ તો આ ફિલ્મનું શુટિંગ ટુંકમાં જ શરૂ થવાનું છે. ક2ટરીના હાલ ધૂમ 3ના શુટિંગમાં વ્યસ્ત છે. તેમાં હીરો આમિર ખાન છે. તેમની સાથે કૅટ પહેલી વાર આવી રહ્યાં છે.

English summary
Katrina Kaif prepares for action scenes in Knight and Day remake with Hrithik Roshan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X