For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટરીના કૈફ છે બેસ્ટ ફીમેલ પાર્ટનર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 સપ્ટેમ્બર : સાંભળ્યા પછી આશ્ચર્યચકિત થઈ ગયાં ને? અમે પણ થયા હતાં... જ્યારે અમે સાંભળ્યું હતું, પણ હકીકત આ જ છે. બૉલીવુડની કાતિલ હસીના કેટરીના કૈફ સાથે સૌથી વધું લોકો સેક્સ માણવા માંગે છે. પછી તે ઓરલ હોય કે ના હોય.

Hot Celebs

જો જો રખે ચૂકતાં. આવું અમારુ કહેવું નથી, પણ એક સર્વે રિપોર્ટ જણાવે છે.

હકીકતમાં કોન્ડોમ વેચનાર એક કમ્પનીએ એક સર્વે કરાવ્યુ હતું, જેના આધારે આ વાત સામે આવી છે. આ લિસ્ટમાં સૌથી પહેલો નંબર કેટરીના કૈફનો છે, બીજા નંબરે વિશ્વસુંદરી ઐશ્રર્યા રાય, જ્યારે ત્રીજા નંબરે બૉલીવુડની બિલ્લો રાની એટલે કે બિપાશા બાસુ છે. ચોથા નંબરે આવે છે ટેનિસ સનસની સાનિયા મિર્ઝા, જ્યારે પાંચમા ક્રમે છે કામણગારી કાયા ધરાવતી દીપિકા પાદુકોણે.

છઠા નંબરે બૉલીવુડમાં એક હિટ ફિલ્મ માટે તલસી રહેલી લોરેલ બ્યુટી સોનમ કપૂર છે, તો સાતમા ક્રમે વિવાદોની મલ્લિકા રાખી સાવંત અને આઠમા ક્રમે ઓલંપિકમાં ભારતને ગૌરવ અપાવનાર કાંસ્ય પદક વિજેતા સાઇના નેહવાલ છે.

કોન્ડોમ બનાવનાર કમ્પનીએ પોતાની પ્રોડક્ટ વેચવા માટે લોકોને એક સવાલ કર્યો હતો કે જો તેમને પસંદગી કરવાની તક મળે, તો તેઓ કોની સાથે સેક્સ માણવું પસંદ કરશે. આ સર્વેમા લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો અને સૌથી વધુ વોટ બૉલીવુડની બાર્બી ગર્લ કેટરીના કૈફને મળ્યાં. ઐશને બીજી પૉઝિશન આપીને લોકોએ જણાવી દીધું કે માતા બન્યા બાદ પણ તેમની સેક્સ અપીલમાં કોઈ ઉણપ આવી નથી.

બિપાશાને તો લોકો હૉટ કહે જ છે, પણ સાનિયા મિર્ઝા, સાઇના નહેવાલ અને સોનમ કપૂરને પણ લોકો હૉટ ગણે છે. તે જાણીને આશ્ચર્ય થયું. જોકે, આ લિસ્ટમાં ન તો કરીના કપૂરને જગ્યા મળી છે અને ન પ્રિયંકા ચોપરાને, જેમને લોકો સૌથી વધુ સેક્સી કહે છે.

English summary
According to a survey conducted by a condom brand, Bollywood Barbi Girl Katrina Kaif is best female sex partners. Aishwarya stood second in the list and Bipasha Basu featured third.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X