Katrina Kaif Birthday: કેટરીના કૈફ પાસે છે આ શાનદાર કારોનુ કલેક્શન, જાણો કેટલી સંપત્તિની છે માલિક
આવો આજે અમે તમને જણાવીએ કે અભિનેત્રી પાસે કેટલા કરોડની સંપત્તિ છે.
મુંબઈઃ બૉલિવુડની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફનો આજે એટલે કે 16 જુલાઈએ 39મો જન્મદિવસ છે. તેણે વર્ષ 2003માં બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. અભિનેત્રીએ ઘણી સુપરહિટ ફિલ્મો કરી અને પોતાની મહેનતના બળ પર તેણે આ સ્થાન હાંસલ કર્યુ. જેના કારણે આજે તેનુ નામ બૉલિવુડની ટોચની અભિનેત્રીઓમાં શામેલ છે. આવો આજે અમે તમને જણાવીએ કે અભિનેત્રી પાસે કેટલા કરોડની સંપત્તિ છે.

કેટલા કરોડની માલકિન છે કેટરીના?
આજે એટલે કે 16 જુલાઈએ બૉલિવુડ અભિનેત્રી કેટરીના કૈફનો 39મો જન્મદિવસ છે. આ અભિનેત્રીનો જન્મ આ દિવસે વર્ષ 1983માં હોંગકોંગમાં થયો હતો. અભિનેત્રીએ વર્ષ 2003માં ફિલ્મ બૂમથી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. તે સમયે અભિનેત્રીને બરાબર હિન્દી બોલતા પણ આવડતુ ન હતુ. પરંતુ તેમ છતાં અભિનેત્રીએ હિન્દી બોલતા શીખી લીધુ. જેના કારણે આજે તે બૉલિવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. કેટરીના કૈફની આજે ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે, આ સાથે અભિનેત્રીએ પોતાની મહેનતના બળ પર સારુ મુકામ હાંસલ કર્યુ છે. ચાલો આજે તમને જણાવીએ કે કેટરીના કૈફની સંપત્તિ કેટલા કરોડ રૂપિયાની છે.

એક ફિલ્મના આટલો કરે છે ચાર્જ
કેટરીના કૈફે અત્યાર સુધી પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. જેના દ્વારા અભિનેત્રીએ ઘણી કમાણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેત્રી લગભગ 306 કરોડ રૂપિયાની માલિક છે. અભિનેત્રી એક ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તે ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો પણ કરે છે. જેના કારણે તેને મોટો ફાયદો થાય છે.

મોંઘી ગાડીઓનો છે શોખ
તમને જણાવી દઈએ કે કેટરીના કૈફને મોંઘા વાહનોનો શોખ છે. તેના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે લગભગ 4 મોંઘી કાર છે. જેમાં તેની પાસે લેન્ડ રોવર, રેન્જ રોવર, વૉગ, ઑડી ક્યૂ7, મર્સિડીઝ એમએલ 350 અને ઑડી ક્યૂ5 જેવી કાર છે.

વિકી કૌશલ સાથે અહીં મનાવશે બર્થડે
બીજી તરફ અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો લગ્ન બાદ તે પતિ વિકી કૌશલ સાથે પોતાનો જન્મદિવસ મનાવવા માલદીવ ગઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 15 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ પર બંને એકબીજાનો હાથ પકડીને જોવામાં આવ્યા હતા. આ દરમિયાન તે મુંબઈથી માલદીવ માટે રવાના થઈ રહ્યા હતા.

કેટરીના કૈફની અપકમિંગ ફિલ્મો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરિના કૈફ ટૂંક સમયમાં ફિલ્મ ફોન ભૂતમાં જોવા મળશે. જેનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળશે. આ ફિલ્મ 15 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય કેટરીના કૈફ ફિલ્મ 'ટાઈગર 3'માં સલમાન ખાન સાથે જોવા મળશે. જે આવતા વર્ષે 2023માં રિલીઝ થશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
