Pics : બહેનના લગ્નમાં રણબીર-સલમાન બંનેને કટ કરતાં કૅટ!
મુંબઈ, 27 ઑગસ્ટ : કૅટરીના કૈફ આજકાલ સલમાન ખાન અને રણબીર કપૂર બંને સામે નારાજ લાગે છે, કારણ કે તેઓ કોઈની સાથે પણ દેખાય છે કે તરત જ હૅડલાઇન બની જાય છે. તાજેતરમાં જ કૅટનું નામ રણબીર સાથે ઉછળ્યું અને તેઓ પરેશાન થઈ ગયાં.
તાજેતરમાં જ રણબીર કપૂર અને કૅટરીના કૈફની અંગત પળોની તસવીરો લીક થઈ હતી અને તે પહેલા કૅટનું નામ સલમાન ખાન સાથે જોરશોરથી ઉછાળાયુ હતું. દરમિયાન કૅટરીનાના બહેન નતાશાના તાજેતરમાં જ લગ્ન યોજાયાં. લંડન ખાતે યોજાયેલ આ લગ્ન સમારંભમાં લાગતુ હતું કે ક2ટરીના કૈફના ખાસ મહેમાન રણબીર કપૂર હશે, તો એવી પણ શક્યતાઓ સેવાતી હતી કે કૅટરીના કૈફ સલમાનને બોલાવવાનું નહીં ભૂલે, પરંતુ કૅટે બંનેને કટ કરી નાંખ્યાં.
જોકે કૅટરીના કૈફ દ્વારા સલમાન ખાન અને રણબીર કપૂર બંનેને નતાશાના લગ્નમાં ઇનવાઇટ ન કરવું પણ એક સમાચાર બની ગયાં, પરંતુ કૅટે ચતુરાઈપૂર્વક બંનેને લગ્નમાં બોલાવ્યાં જ નહીં અને પોતે પણ લગ્નના દિવસે જ લંડન પહોંચ્યાં.
આવો જોઇએ નતાશાના લગ્નની તસવીરો અને કૅટ-રણબીર-સલમાન અંગે જાણીએ :

કોઈ નથી નજીક
કૅટના બહેન નતાશાના લગ્નના સમાચાર આવતાં જ લોકોએ ચર્ચા શરૂ કરી દીધી કે કૅટ કોને બોલાવશે? સલમાનને કે રણબીરને? પરંતુ કૅટે બંનેને આમંત્રણ ન આપ્યું.

સલમાનને બોલાવવું જોઇતુ હતું
કેટલાંક લોકોનું કહેવુ હતું કે કૅટે સલમાનને પોતાના બહેનના લગ્નમાં બોલાવવું જોઇતુ હતું, કારણ કે સલમાનના કારણે જ આજે કૅટરીના બૉલીવુડમાં ટોચે છે.

રણબીરને કેમ નહીં?
તો કેટલાંકનું કહેવુ હતું કે રણબીરને કેમ નહીં? બંનેની જોડી સારી લાગે છે અને બંને બહુ સારા મિત્રો પણ છે.

કોઈને આમંત્રણ નહીં
આ ચર્ચાઓ વચ્ચે કૅટે નતાશાના લગ્નમાં કોઈને આમંત્રણ આપ્યું નહીં.

મુંબઈમાં કરી શોપિંગ
કૅટે બહેન નતાશાના લગ્ન માટેની શોપિંગ મુંબઈમાં કરી. સમગ્ર પરિવાર લંડન ખાતેથી મુંબઈ આવ્યું હતું શોપિંગ કરવા માટે.

ક્રિસ્ટીન
કૅટરીનાના બહેન નતાશાના લગ્ન દરમિયાન તેમના વધુ એક બહેન ક્રિસ્ટીન પણ પરિવાર સાથે હાજર રહ્યા હતાં.












Click it and Unblock the Notifications
