Bollywood Updates : દીપિકાનું કૅટને હૅપ્પી બર્થ ડે, શુદ્ધિમાં સલમાન ફાઇનલ

મુંબઈ, 16 જુલાઈ : કૅટરીના કૈફનો આજે 30મો જન્મ દિવસ છે અને તેઓ પોતાના બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે ફ્રાંસ ઉપડી ગયા છે જન્મ દિવસની ઉજવણી કરવા. કૅટને તેમના જન્મ દિવસે શુભેચ્છા પાઠવનારાઓની કોઈ ઉણપ નથી. તેમના લાખો ફૅન્સ તેમને વિવિધ માધ્યમો વડે શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે, પરંતુ આ શુભેચ્છકોમાં એક ચોંકાવનારૂ પણ જોડાઈ ગયું.

હા જી, આ નામ છે કૅટરીનાના કટ્ટર હરીફ દીપિકા પાદુકોણે. દીપિકા પાદુકોણે કૅટના ઑનસ્ક્રીન જ નહીં, પણ ઑફસ્ક્રીન હરીફ પણ છે. ઑનસ્ક્રીન લડાઈ તો માનો વ્યાવસાયિક બાબત છે, પરંતુ બૉયફ્રેન્ડ રણબીરનુ નામ આવતા જ કૅટ-દીપિકાની કૅટ ફાઇટ ઑફસ્ક્રીન પણ રસપ્રદ બની જાય છે અને એટલે જ દીપિકા દ્વારા કૅટરીનાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવી આશ્ચર્યજનક લાગે છે.

ચાલો તસવીરો સાથે જોઇએ Bollywood Updates :

કૅટનો 30મો જન્મ દિવસ

કૅટનો 30મો જન્મ દિવસ

કૅટરીના કૈફનો આજે 30મો જન્મ દિવસ છે અને તેઓ રણબીર સાથે ઉજવણી કરવા ફ્રાંસ રવાના થઈ ગયાં છે.

દીપિકાની શુભેચ્છા

દીપિકાની શુભેચ્છા

કૅટના જન્મ દિવસે દીપિકા પાદુકોણેએ શુભેચ્છા પાઠવતા બૉલીવુડમાં આશ્ચર્ય ફેલાયુ છે, કારણ કે કૅટના હાલના બૉયફ્રેન્ડ રણબીર કપૂર ક્યારેક દીપિકાના બૉયફ્રેન્ડ હતાં. એટલે જ કૅટ-દીપિકા વચ્ચે કૅટફાઇટ બૉલીવુડમાં જાણીતી છે.

દીપિકાનું ટ્વીટ

દીપિકાનું ટ્વીટ

દીપિકાએ કૅટને શુભેચ્છા આપતા ટ્વીટ કર્યું - કૅટરીના કૈફને જન્મ દિવસની શુભેચ્છાઓ. ભગવાન કરે કે આ વર્ષ તેમના જીવનનું બહેતરીન વર્ષ સાબિત થાય.

શુદ્ધિમાં સલમાન

શુદ્ધિમાં સલમાન

કરણ જૌહરની અત્યંત ચર્ચિત ફિલ્મ શુદ્ધિ માટે હીરોની શોધ પૂરી થઈ ગઈ છે. સલમાન ખાને પોતે જ આજે જાહેરાત કરી કે તેઓ કરણ જૌહરની આગામી ફિલ્મ શુદ્ધિમાં કામ કરી રહ્યાં છે.

કરણની પુષ્ટિ

કરણની પુષ્ટિ

સલમાને જ્યારે મીડિયા સામે જાહેર કરી દીધું, તો પછી કરણ જૌહરે પણ મોડુ ન કર્યું અને ટ્વીટ કરી સલમાનની વાતની પુષ્ટિ કરી નાંખી કે શુદ્ધિમાં સલમાન ખાન હીરો હશે.

હૃતિકે છોડી હતી શુદ્ધિ

હૃતિકે છોડી હતી શુદ્ધિ

કરણની ફિલ્મ શુદ્ધિમાં હૃતિક રોશનને કાસ્ટ કરાયા હતાં, પરંતુ હૃતિકે આ ફિલ્મ છોડી દીધી હતી અને પછી તેમાં રણવીર સિંહને લેવાયાની પણ ચર્ચા થઈ હતી, પરંતુ ફાઇનલી સલમાન જ હીરો બનશે.

સલમાન સામે ફોટોગ્રાફર્સ ઝુક્યા

સલમાન સામે ફોટોગ્રાફર્સ ઝુક્યા

સલમાન ખાને તાજેતરમાં મીડિયા સાથે દુર્વ્યવહાર કરતા ફોટોગ્રાફરોએ તેમને બૅન કરી દીધા હતાં, પરંતુ સલમાન અડગ રહ્યાં અને અંતે ફોટોગ્રાફરોએ જ તેમની સામે ઝુકવુ પડ્યું.

સન્ની કરશે લુંગી ડાન્સ

સન્ની કરશે લુંગી ડાન્સ

સન્ની લિયોન હવે શાહરુખ ખાનની જેમ લુંગી ડાન્સ કરશે. સન્ની તેલુગુ ફિલ્મ કરંટ થીગામાં લુંગી ડાન્સ કરતા દેખાશે.

રાજા નટવરલાલ

રાજા નટવરલાલ

ઇમરાન હાશમીની આગામી ફિલ્મનું નામ રાજા નટવરલાલ છે. ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂર કહે છે કે રાજા નટવરલાલ ઇમરાન હાશમીની શૈલીની જ ફિલ્મ છે અને તે ચોક્કસ સફળ થશે.

મારી માટે બૉબી જાસૂસ ન બનો...

મારી માટે બૉબી જાસૂસ ન બનો...

બૉબી જાસૂસના નિર્માતા દીયા મિર્ઝા કહે છે કે તેઓ ઑક્ટોબરમાં લગ્ન કરશે અને ભારતમાં જ કરશે. તેઓ મીડિયાને સલાહ આપે છે કે કૃપા કરી મારા લગ્ન અંગે કોઈ પ્રકારની જાસૂસ ન કરવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X