પુનઃ તૈયાર થઈ જાઓ હૃતિક-કૅટનું લાંબુ લિપલૉક જોવા
મુંબઈ, 27 ફેબ્રુઆરી : ફરી એક વાર એશિયાના સૌથી સેક્સી મૅન હૃતિક રોશન તથા બૉલીવુડના બાર્બી ડૉલ કૅટરીના કૈફ પડદા ઉપર આગ લગાડવા તૈયાર છે. ફિલ્મનું નામ છે બૅંગ બૅંગ કે જે હૉલીવુડની હિટ ફિલ્મ નાઇટ એંડ ડેની હિન્દી આવૃત્તિ છે. કહે છે કે ફિલ્મનું શૂટિંગ એકદમ હૉલીવુડ ફિલ્મની જેમ જ કરાશે. તેથી ફિલ્મમાં કૅટરીના કૈફ અને હૃતિક રોશન વચ્ચે એક લાંબુ લિપલૉક સીન પણ હશે.

આ પહેલો પ્રસંગ નથી કે જ્યારે બંને સ્ટાર લિપલૉક સીન આપશે. આ અગાઉ 2011માં ઝોયા અખ્તરની બમ્પર હિટ ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં બંનેએ કિસિંગ સીન આપ્યુ હતું કે જે ખૂબ લોકપ્રિય થયુ હતું. બંને હૉટ સિતારાઓએ પોતાના આ સીન દ્વારા પડદા ઉપર આગ લગાડી દીધી હતી. કૅટરીના માટે તે કિસિંગ સીનનો પ્રથમ અનુભવ હતો. જોકે હૃતિક અગાઉ કાઇટ્સ ફિલ્મમાં બારબરા મોરી સાથે કિસિંગ સીન કરી ચુક્યા હતાં.
ફરી એક વાર બંને સિતારા હૉટ સીન આપવાની તૈયારીમાં છે. જોઇએ ઝિંદગી ના મિલેગી દોબારાની જેમ બૅંગ બૅંગ કેવી કમાલ કરે છે. ફિલ્મમાં જોરદાર એક્શન સીન્સ પણ છે કે જે હવે કૅટરીના કૈફ પોતે કરવાનાં છે. આપને યાદ હશે કે કૅટે ઝિંદગી ના મિલેગી દોબારામાં પણ પોતે જ એક્શન સીન્સ કર્યા હતાં. સમાચાર એવા પણ છે કે કૅટરીનાને ટ્રેનિંગ આપવા માટે અમેરિકાથી ટ્રેનર બોલાયાં છે.












Click it and Unblock the Notifications
