સલમાન માટે ખ્વાજા સાહેબ પાસે પહોંચ્યાં કૅટરીના?

મુંબઈ, 19 જુલાઈ : ગુરુવારે બૉલીવુડ સુંદરી કૅટરીના કૈફે અજમેરમાં પ્રસિદ્ધ સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહે ઝિયારત કરી અને મન્નતનો ધાગો બાંધ્યો. જોકે કૅટરીના અગાઉ પણ અનેક વાર ખ્વાજા સાહેબના દરે પહોંચી ચુક્યાં છે, પરંતુ આ વખતે જે વાતો લોકો કરી રહ્યાં છે, તે ખાસ છે.

salman-kat

કહેવામાં તો એમ આવ્યું કે કૅટ પોતાની આવનાર ફિલ્મ ધૂમ 3ની સફળતા માટે દુઆ માંગવા ગયા હતાં, પરંતુ આંતરિક સૂત્રોનું કહેવું છે કે કૅટરીના કૈફ સલમાન ખાન માટે દુઆ માંગવા ખ્વાજા સાહેબની દરગાહે પહોંચ્યા હતાં, કારણ કે સલમાન ખાને આજે હિટ એન્ડ રન કેસમાં મુંબઈની સેશન કોર્ટમાં રજૂ થવુ હતું.

જોકે હાલ ભલે કૅટરીના કૈફ રણબીર કપૂર સાથે મસ્તી કરતાં હોય, પરંતુ ક્યાંકને ક્યાંક કૅટ પણ માને છે કે બૉલીવુડમાં તેમને લાવનાર કોઈ બીજુ નહીં, પણ સલમાન ખાન જ હતાં. તેથી કદાચ તેઓ સલમાન માટે દુઆ કરવા ખ્વાજા સાહેબ સમક્ષ ગયા હતાં, કારણ કે સૌ જાણે છે કે આમિર ખાન અભિનીત ધૂમ 3 ફિલ્મને રિલીઝ થવામાં હજી ઘણો વખત બાકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X