Pics : લૉરિયલ પેરિસનો નવો ચહેરો કૅટરીના, ઐશે કર્યું સ્વાગત!
મુંબઈ, 21 જાન્યુઆરી : ભારતીય સિને સ્ટાર કૅટરીના કૈફ લૉરિયલ પેરિસના નવા મૉડેલ તરીકે પસંદગી પામ્યાં છે. લૉરિયલ પેરિસ માટે કૅટરીના કૈફ ચોથા ભારતીય ચહેરા બન્યાં છે. આ અગાઉ ઐશ્વર્યા રાય, સોનમ કપૂર અને ફ્રેડા પિન્ટો લૉરિયલ પેરિસના ચહેરા રહી ચુક્યાં છે.
છેલ્લે ધૂમ 3 જેવી સુપરહિટ ફિલ્મમાં દેખાનાર કૅટરીના કૈફે પોતાની પસંદગી અંગે જણાવ્યું કે આ તેમના માટે ખૂબ જ સન્માનજનક બાબત છે કે તેઓ લૉરિયલ પેરિસની ભારતીય શ્રેણીના ચોથી હસ્તી છે. કૅટરીનાએ એક નિવેદનમાં જણાવ્યું - હું કાયમ આ બ્રાન્ડની ફૅન રહી છું. મને તેમનો સંદેશ બિકૉઝ યૂ આર વર્થ ઇટ ખૂબ જ સુંદર અને સશક્ત લાગે છે. આ બ્રાન્ડની સુંદર પ્રતિનિધિ મહિલાઓ દુનિયા ભરની પ્રેરણા રહી છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ઐશ્વર્યા રાય
અભિનેત્રી ઐશ્વર્યા રાય બાર વરસ સુધી લૉરિયલ પેરિસના વિશ્વ બ્રાન્ડ એમ્બેસેડર રહ્યાં છે.

સોનમ કપૂર
ઐશ્વર્યા ઉપરાંત સોનમ કપૂર પણ લૉરિયલ પેરિસનો ચહેરો બન્યા હતાં.

ફ્રેડા પિન્ટો
ફ્રેડા પિન્ટો પણ લૉરિયલ પેરિસનો ચહેરો બની ચુક્યાં છે.

કૅટરીના
હવે કૅટરીના કૈફની લૉરિયલ પેરિસના ચહેરા તરીકે પસંદગી થઈ છે.

ઐશે કર્યું સ્વાગત
ઐશ્વર્યા રાયે જણાવ્યું - હું લૉરિયલ પેરિસ પરિવારમાં કૅટરીનાનું ઉષ્માભર્યું સ્વાગત કરુ છું. મને વિશ્વાસ છે કે લૉરિયલ પેરિસના બ્રાન્ડ એમ્બ્સેડર તરીકે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતાં તેઓ ખુશી અનુભવશે.












Click it and Unblock the Notifications
