For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઈપીએલ 6ના મંચે ઠુમકાં લગાવતાં પ્રિયંકા-કૅટ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 માર્ચ : ફરી એક વાર દોલત અને શહોરતનો રોમાંચક જલવો શરૂ થનાર છે. હા જી, અમે વાત કરી રહ્યાં છે આઈપીએલ 6ની કે જેનો પ્રારંભ 2જી એપ્રિલથી થવાનો છે. આ રોમાંચક સમારંભની ઝાકળઝમાળ શરુઆત કળાઓના શહેર કોલકાતા ખાતે થવાની છે કે જેની ઓપનિંગ સેરેમનીમાં બૉલીવુડ બેબ્સના જલવા જોવા મળશે.

priyanka-katrina

મળતી માહિતી પ્રમાણે આ વખતની ઓપનિંગ સેરેમનીમાં એક સાથે એક જ મંચે બૉલીવુડનું તીખું મરચું પ્રિયંકા ચોપરા અને ચિકની ચમેલી કૅટરીના કૈફ અભિનેતા શાહરુખ ખાન માટે ઠુમકાં લગાવતાં નજરે પડશે. ગોર કરવા જેવી વાત એ છે કે આ ઓપનિંગ સેરેમનીનું સમગ્ર આયોજન કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરુખ ખાનની કમ્પની રેડ ચિલીઝ એંટરટેનમેંટ કરશે.

આ માહિતી પશ્ચિમ બંગાળના રમતગમત મંત્રી મદન મિત્રાએ મીડિયાને આપી. આ વખત આ આયોજન કોલકાતા ખાતે એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે આઈપીએલ સીઝન 5 એટલે કે ગત વર્ષની ચૅમ્પિયન શાહરુખની ટીમ હતી. આ ઈવેન્ટ અંગે શાહરુખ પણ ખૂબ ઉત્સાહિત છે.

English summary
Hot Actress Katrina Kaif and Sexy Priyanka Chopra to perform at IPL 6 opening ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X