Pics : કરણની બર્થ ડે પાર્ટીમાં ઉમટ્યું બૉલીવુડ

મુંબઈ, 27 મે : બૉલીવુડ ફિલ્મ નિર્માતા કરણ જૌહરે પોતાનો 41મો જન્મ દિવસ ગત શનિવારે ઉજવ્યો. આ પ્રસંગે તેમણે એક સરપ્રાઇઝ પાર્ટી યોજી કે જેમાં આમિર ખાન સહિત અનેક બૉલીવુડ હસ્તીઓએ હાજરી આપી, પરંતુ કરણના ખાસમખાસ શાહરુખ ખાન અને સલમાન ખાન દેખાયાં નહીં. આ પાર્ટીની વધુ એક ખાસ બાબત એ હતી કે બૉલીવુડના રૉકસ્ટાર રણબીર કપૂર તથા બાર્બી ડૉલ કૅટરીના કૈફ એક સાથે એક જ ગાડીમાં પહોંચ્યાં અને સમગ્ર પાર્ટી દરમિયાન બંને સાથે જ રહ્યાં.

કહે છે કે રણબીર-કૅટે પાર્ટીમાં સાથે મળી ડાન્સ પણ કર્યો. કરણ પોતાના જન્મ દિવસે મિત્રો અને સાથીઓ પાસેથી મળેલ પ્રેમ પામી બહુ અભિભૂત છે. તેમણે ટ્વિટર પર કહ્યું છે - આજે મને જેટલો પણ પ્રેમ મળ્યો, તે પામી હું અભિભૂત છું. ટ્વિટર વડે શુભેચ્છાઓ આપનારાઓનો ખૂબ-ખૂબ આભાર. હું આપ સૌ સાથે પ્રેમ કરતો રહીશ.

મધુર ભંડારકરથી માંડી ઉદય ચોપરા અને તરુણ મનસુખાણીથી લઈ મનીષ મલ્હોત્રા સુધીના લોકોએ કરણને શુભેચ્છાઓ આપી. કરણે કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ અને કલ હો ન હો જેવી બહેતરીન ફિલ્મો આપી. તેમના ધર્મા પ્રોડક્શન હેઠળ નવા ચહેરાઓને બ્રેક આપવામાં આવી રહ્યો છે. તેમાં મહિલા દિગ્દર્શક સોનમ નાયર પણ છે કે જેમણે તાજેતરમાં જ નાના બજેટની ગિપ્પી જેવી ફિલ્મ આપી. તેમના જ પ્રોડક્શન હેઠળની યે જવાની હૈ દીવાની ફિલ્મ પણ 31મીએ રિલીઝ થવાની છે કે જેમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકામાં છે.

આવો જોઇએ કરણ જૌહરના જન્મ દિવસની પાર્ટીની તસવીરી ઝલક.

આમિર ખાન

આમિર ખાન

કરણ જૌહરની પાર્ટીમાં આમિર ખાન તો પહોંચ્યાં, પરંતુ આમિરનો લુક જોઈ લાગતુ હતું કે તેઓ પાર્ટીમાં નહિં, પણ સૂવા માટે આવ્યાં હોય. હાફ પેંટ, ગ્રે ટી શર્ટ તથા બાથરૂમ સ્લિપર પહેરી આમિર પાર્ટીમાં આવ્યા હતાં.

ગૌરી ખાન

ગૌરી ખાન

કરણની પાર્ટીમાં શાહરુખ ખાન તો ગાયબ હતાં, પરંતુ તેમના પત્ની ગૌરી ખાન બંને બાળકો સાથે પહોંચ્યા હતાં.

કાજોલ

કાજોલ

કાજોલ વગર કરણની પાર્ટી કેમ પૂરી થઈ શકે? કાજોલને પોતાનું લકી ચાર્મ ગણતાં કરણની પાર્ટીમાં કાજોલ બંને બાળકો સાથે આવ્યા હતાં.

રણબીર-કૅટ

રણબીર-કૅટ

કૅટરીના કૈફ અને રણબીર કપૂર પણ પાર્ટીમાં આવ્યા હતાં. ખાસ બાબત એ હતી કે બંને એક જ ગાડીમાં સાથે આવ્યા હતાં.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

કરણની પાર્ટીમાં દીપિકા પાદુકોણે પણ આવ્યા હતાં. 31મી મેના રોજ કરણના પ્રોડક્શનની યે જવાની હૈ દીવાની ફિલ્મ રિલીઝ થવાની છે કે જેમાં રણબીર-દીપિકા લીડ રોલમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X