VIDEO: કરીના કપૂર ખાન આવી રીતે રાખે છે પોતાનુ બોડી ફીટ
કરીના કપૂરની ફિટનેસનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ અઘરી ગણાતી Pilates કસરત કરતી જોવા મળી રહી છે.
બોલિવુડની હોટ અને સેક્સી અભિનેત્રી કરીના કપૂર આગળ આજની 16 વર્ષની છોકરીઓ પણ પાણી ભરે છે. બોલિવુડમાં ઝીરો સાઈઝની શરૂઆત કરનાર કરીના કપૂરની ફિટનેસ આજે પણ એટલી જોરદાર છે જેને જોઈને કોઈ પણ ના કહી શકે કે કરીના એક બાળકની મા છે. તે આજે પણ પહેલાની જેમ ફિટ અને સેક્સી છે. જેની પાછળ કોઈ ચમત્કાર નહિ પંરતુ તેનો પોતાના પ્રત્યેનો પ્રેમ અને પોતાના પ્રત્યે ધ્યાન આપવુ છે.

Pilates કસરત કરે છે કરીના કપૂર
કરીના ડેઈલી જીમ જાય છે ને ત્યાં તે કલાકો સુધી વર્કઆઉટ કરે છે. તેની ફિટનેસનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ અઘરી ગણાતી Pilates કસરત કરતી જોવા મળી રહી છે.
|
કરીના કલાકો સુધી જિમમાં પાડે છે પરસેવો
કરીનાની ટ્રેનર નમ્રતા પુરોહિતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કરીના સાથે આ વીડિયોમાં બીજી ફિટનેસ આઈકોન મલાઈકા અરોરા પણ જોવા મળી રહી છે. બંને જોરદાર વર્કઆઉટ કરતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ Pilates કસરત કરવી બહુ સરળ નથી. તેને હંમેશા નિષ્ણાતની દેખરેખ હેઠળ જ કરવી જોઈએ.

આ કસરતનું અસલી નામ કંટ્રોલોજી છે
Pilates કસરતની મદદથી કોન્સનટ્રેશન, બ્રીધિંગ અને ફ્લોઈંગને વ્યવસ્થિત કરવામાં આવે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારુ રહે છે. બોલિવુડ ઉપરાંત હોલિવુડમાં પણ આ કસરતના દીવાનાઓની કમી નથી. આ કસરતનું સાચુ નામ કંટ્રોલોજી છે જેને તેના સંશોધક જોસેફ પિલેટે રાખ્યુ હતુ.












Click it and Unblock the Notifications
