For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં ખિલાડી 786ની જાહેરાત પર પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 ડિસેમ્બર : ફરી એક વાર એક ભારતીય ફિલ્મ ઉપર પાકિસ્તાનમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. આ વખતે નિશાન બની છે અક્ષય કુમાર અને અસીનની ફિલ્મ ખિલાડી 786. માહિતી મળી છે કે પાકિસ્તાની સેંસર બોર્ડે ફિલ્મ ખિલાડી 786ની જાહેરાતો ઉપર પ્રતિબંધ લગાવ્યું છે, કારણ કે 786 નંબર મુસ્લિમો માટે ખૂબ પવિત્ર અને પાક હોય છે.

Akshay Kumar

પાકિસ્તાની સેંસર બોર્ડને લાગે છે કે નંબર 786ની આ ફિલ્મમાં મજાક ઉડાડવામાં આવી છે. તેથી ધાર્મિક લાગણીઓ દુભાશે. એટલે જ ખિલાડી 786 ઉપર પ્રતિબંધ લગાવાયું છે. સેંસર બોર્ડે સિનેમા ઘરો અને વિતરકોને આ ફિલ્મનું ટ્રેલર નહીં બતાવવા અને તેના બોર્ડ હટાવવાની સુચના આપી છે.

ખેર હાલ તો જાહેરાતો બૅન કરાઈ છે, પરંતુ બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે જો સિનેમા ઘરોના વિતરકો પાસે ફિલ્મ પ્રસારણ માટે આવશે, ત્યારે જોવાશે. હાલ પ્રોમો અને ગીતો પર પ્રતિબંધ ફરમાવાયું છે. આ ફિલ્મ 7મી ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

ફિલ્મ નિર્માતા હિમેશ રેશમિયા અને ટ્વિંકલ ખન્ના છે. દિગ્દર્શક આશિષ મોહન છે. ફિલ્મના ગીતોએ નંબરોની સ્પર્ધામાં જગ્યા બનાવી લીધી છે.

ફિલ્મ અંગે ખૂબ જાહેરાતો કરાઈ છે કે ફિલ્મ જરૂર 100 કરોડનો બિઝનેસ કરશે. ખિલાડી 786 અગાઉ જબ તક હૈ જાનને પણ પાકિસ્તાનમાં બૅન કરાઈ હતી, પરંતુ ફિલ્મ હિટ થઈ.

English summary
Bad News Coming From Bollywood, 'Khiladi 786' posters banned by Pakistan Censor Board.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X