Pics: લક્ષ્મી બૉમ્બની રિલીઝ પહેલા કિયારા અડવાણીનો દેશી લુક વાયરલ
અક્ષય કુમારની લક્ષ્મી બૉમ્બ દિવાળી પર ધમાકો કરવા માટે તૈયાર છે પરંતુ તે પહેલા વીજળીના કરન્ટ આપવાનુ કામ કરી રહી છે કિયારા અડવાણી.
મુંબઈઃ અક્ષય કુમારની લક્ષ્મી બૉમ્બ દિવાળી પર ધમાકો કરવા માટે તૈયાર છે પરંતુ તે પહેલા વીજળીના કરન્ટ આપવાનુ કામ કરી રહી છે કિયારા અડવાણી. અક્ષય કુમાર સાથે કિયારા અડવાણીની આ બીજી ફિલ્મ છે. આ પહેલા તે અક્ષય સાથે ગુડ ન્યૂઝમાં કામ કરી ચૂકી છે. જો કે એ ફિલમમાં તે અક્ષય કુમારની ઑપોઝિટ નહોતી.

ગ્લેમરસ ફોટો
લક્ષ્મી બૉમ્બમાં અક્ષય કુમાર સાથે તેની જોડી એકદમ પરફેક્ટ લાગી રહી છે. જેનો નઝારો ફિલ્મના ટ્રેલર સાથે બુર્જ ખલીફા સાંગમાં જોઈ ચૂક્યા છે. હાલમાં કિયારા અડવાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટો પોસ્ટ કર્યા છે જેની ફેન્સ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

સુપર સેક્સી
આ વાયરલ ફોટામાં કિયારા અડવાણીનો લુક ચર્ચામાં છે. કિયારાએ મરૂન રંગનો લહેંગો પહેર્યો છે. જેમાં તે સુપર સેક્સી દેખાઈ રહી છે. કિયારા અસલ જિંદગીમાં ઘણી સ્ટાઈલિશ છે. આ જ કારણ છે કે તેનો દરેક સામાન્ય લુક પણ લોકોની નજરમાં સંપૂર્ણપણે છવાઈ જાય છે.

કિયારાની લોકપ્રિયતા
તમને જણાવી દઈએ કે લક્ષ્મી બૉમ્બ તમિલ ફિલ્મ મુન્ની 2 કંચનાની હિંદી રિમેક છે. કિયારાની લોકપ્રિયતા ત્યારથી છવાયેલી છે જ્યારે તે શાહિદ કપૂર સાથે કબીર સિંહમાં જોવા મળી હતી.

બેક ટુ બેક હિટ ફિલ્મો
કિયારા અડવાણીના કરિયરમાં બેક ટુ બેક હિટ ફિલ્મો આવી છે. આમાંથી ધોની અને લસ્ટ સ્ટોરીઝની ચર્ચા સૌથી વધુ રહી છે. શાહિદ કપૂરની કબીર સિંહે કિયારાની કરિયરને નવી ઉંચાઈએ પહોંચાડી હતી.












Click it and Unblock the Notifications
