Pics : સલમાનના સથવારે જૅકલીન લગાવશે જમ્પ!

મુંબઈ, 3 જુલાઈ : શ્રીલંકન અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝ બૉલીવુડમાં આવ્યે ઘણો ખરો સમય થઈ ચુક્યો છે, પરંતુ છતાં હજી તેમને ફિલ્મી જગતમાં તેવી જગ્યા નથી મળી કે જે આશા સાથે તેઓ શ્રીલંકા સાથે ભારત આવ્યા હતાં.

અમિતાભ બચ્ચન એટલે કે બૉલીવુડ બિગ બીના બહુ મોટા ફૅન જૅકલીનને લોકો સુંદર તથા સેક્સી તો માનો છે, પણ હજી તેમને સુંદર અભિનેત્રીનો તમગો નથી મળ્યો અને તેથી જ જૅકલીન ફર્નાન્ડીઝ ક્યાંકને ક્યાંક ઉદાસ છે, પરંતુ હવે લાગે છે કે તેમને નિરાશ થવાની જરૂર નથી, કારણ કે તેમણે હવે સલમાન ખાન એટલે બૉલીવુડના દબંગનો દામન થામ્યો છે.

સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ બંને કિક ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ આ માસના અંતે શરૂ થશે. શૂટિંગ બ્રિટનમાં થવાનું છે અને તે અંગે જૅકલીન ફર્નાન્ડીઝ ખૂબ જ ઉત્સાહિત છે. સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત કિક ફિલ્મના નિર્માતા સલમાન ખાન પોતે છે. ફિલ્મ એક્શન કૉમેડી ફિલ્મ છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

મિસ શ્રીલંકા

મિસ શ્રીલંકા

જૅકલીન 2006માં મિસ શ્રીલંકાનો ખિતાબ જીતી ચુક્યાં છે. તેઓ એક ફેમસ મૉડેલ છે. જૅકલીનને આશા છે કે કિકથી તેમને નવી ઓળખ મળશે.

મર્ડર 2, હાઉસફુલ 2 ને રેસ 2

મર્ડર 2, હાઉસફુલ 2 ને રેસ 2

જૅકલીન સિક્વલ ગર્લ તરીકે જાણીતા થયાં છે, કારણ કે તેમણે મર્ડર 2, હાઉસફુલ 2 અને રેસ 2માં કામ કર્યું છે, પરંતુ તેઓને ખાસ ફાયદો થયો નથી.

જૅકલીનને મળી કિક

જૅકલીનને મળી કિક

જૅકલીનને સલમન ખાન સાથે કિકમાં કામ કરવાની તક મળી છે કે જેને તેઓ ગૉડ ગિફ્ટ ગણે છે.

જૅકલીન જશે બ્રિટન

જૅકલીન જશે બ્રિટન

જૅકલીન કિકના શૂટિંગાર્થે બ્રિટન જશે. પ્રથમ ભાગ ત્યાં જ શૂટ કરાશે.

મળશે જમ્પ?

મળશે જમ્પ?

જૅકલીનને ભરોસો છે કે સલમાન સાથે કિકમાં કામ કરી તેમની કિસ્મત જરૂર બદલી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X