• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bolly In Brief : પપ્પા બન્યાં ઇમરાન, અવંતિકાને બાળકી અવતરી

|

મુંબઈ, 9 જૂન : સલમાન ખાનના ફૅન્સ માટે ખુશખબર છે. તેમના સુપરસ્ટારની આગામી ફિલ્મ કિકનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. સવારે 8 વાગ્યે જ આ પોસ્ટર સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર રિલીઝ કરાયું. ગઈકાલે રાતે જ કિકનો ફર્સ્ટ લુક રિલીઝ થયો હોવાના સમાચારે લોકોને ઉત્સુક કરી દીધા હતાં. લોકો સવારથી જ આ પોસ્ટર જોવા આતુર હતાં. જોકે આપોસ્ટરમાં નથી સલમાન ખાનની તસવીર કે નથી ફિલ્મની હીરોઇન જૅકલીન ફર્નાન્ડીઝની તસવીર. પોસ્ટરમાં માત્ર એક માસ્ક જેવું નજરે પડે છે અને ચારે બાજુ વિજળી, વરસાદ, અંધારૂ નજરે પડે છે.

જોકે આ બોસ્ટરનો સૌને આતુરતાપૂર્વક ઇંતેજાર હતો, પણ પોસ્ટરને જોઈ લોકો થોડાક નિરાશ પણ થયાં, કારણ કે પોસ્ટરમાં સલમાન ખાન જ નજરે નથી પડી રહ્યાં. આમ છતાં લોકો કિકના પોસ્ટરને શૅર કરી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે પોસ્ટરમાં જે માસ્ક છે તે ક્રિશના માસ્ક જેવું નજરે પડે છે. થોડુક વિચિત્ર છે. ખબરો મુજબ ફિલ્મમાં સલમાન ખાનનું પાત્ર ગ્રે શેડ્સ ધરાવે છે. તેમાં થોડીક હીરોગિરી, તો થોડીક વિલનગિરી પણ છે.

સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત કિક ફિલ્મમાં સલમાન ખાન સાથે પહેલી વાર જૅકલીન ફર્નાન્ડીઝ અભિનેત્રી તરીકે કામ કરી રહ્યાં છે, તો સપોર્ટિંગ રોલમાં રણદીપ હુડા, નવાઝુદ્દીન સિદ્દીકી તેમજ મિથુન ચક્રવર્તી પણ છે. કિક ફિલ્મના અંતિમ તબક્કાના શૂટિંગ માટે સલમાન ખાને તાજેતરમાં જ સંસ્કૃતિ અને વિજ્ઞાન કેન્દ્ર ખાતે આવેલી પૉલૅન્ડની સૌથી ઉંચી ઇમારતના 40મા માળેથી છલાંગ લગાવી. ફિલ્મ દિગ્દર્શક સાજિદે જણાવ્યું કે સલમાને આ અદ્ભુત કારનામો જાતે જ કર્યો છે.

ચાલો તસવીરો સાથે જોઇએ Bolly In Brief :

અવંતિકાના ખોળે બાળકી અવતરી

અવંતિકાના ખોળે બાળકી અવતરી

આમિર ખાન દાદા બની ગયાં છે. આમિરના ભત્રીજા ઇમરાન ખાન પપ્પા બન્યાં છે. ઇમરાનના પત્ની અવંતિકાએ આજે એક બાળકીને જન્મ આપ્યો છે.

કિકનો ફર્સ્ટ લુક

કિકનો ફર્સ્ટ લુક

સલમાન ખાનની ફિલ્મ કિકનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. પોસ્ટર અંગે લોકો બહુ આતુર હતાં. હવે લોકોને પ્રોમો અને ટીઝરનો ઇંતેજાર છે.

હૉલીડેની 38 કરોડની કમાણી

હૉલીડેની 38 કરોડની કમાણી

અક્ષય કુમારની કિસ્મત ફરી જોર કરી રહી છે. તેમની ફિલ્મ હૉલીડેએ પહેલા જ વીકેન્ડમાં લગભગ 38 કરોડની કમાણી કરી છે.

હૃતિક બનશે મોહન જોદડો

હૃતિક બનશે મોહન જોદડો

જોધા અકબર ફિલ્મમાં અકબરનો રોલ કર્યા બાદ હૃતિક રોશન હવે મોહન જોદડોના પાત્રને રૂપેરી પડદે સાકાર કરશે. આશુતોષ ગોવારીકરની આ ફિલ્મ માટે હૃતિકને સાઇન કરાયાં છે.

પ્રિયંકાના પિતાના નામે માર્ગ

પ્રિયંકાના પિતાના નામે માર્ગ

મુંબઈમાં યારી રોડ (અંધેરી) ખાતેના માર્ગનું નામકરણ પ્રિયંકા ચોપરાના પિતા ડૉ. અશોક ચોપરા માર્ગ રાખવામાં આવશે. તેનું ઉદ્ઘાટન ઉદ્ધવ ઠાકરે 10મી જૂને કરશે. કાર્યક્રમમાં બૉલીવુડ અને રાજકારણ ક્ષેત્રની અનેક હસ્તીઓ આવવાની શક્યતા છે.

માણો કિક ફિલ્મના ફર્સ્ટ લુકનો વીડિયો :

<center><img style="-webkit-user-select:none;border:0px;" border="0" width="100%" height="1" src="http://web.ventunotech.com/beacon/vtpixpc.gif?pid=2&pixelfrom=jp" /><div id="vnVideoPlayerContent"></div><script>var vtn_player_type="vp";var ven_video_key="NTU0OTg3fHwyfHwxfHwxLDIsMQ==";var ven_width="100%";var ven_height="417";</script><script type="text/javascript" src="http://web.ventunotech.com/plugins/cntplayer/ventunoSmartPlayer.js"></script></center>

English summary
Salman Khan and Jacqueline Fernandez starer Kick movie first look poster release today. In Kick poster there is a mask shown. Neither Salman Khan nor Jacqueline Fernandez faces are shown. People are so much excited for the Trailer and Promo launch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more