Hotness Alert! કિંગફિશર કેલેન્ડર 2018 માટે તૈયાર છો?

Written By:
Subscribe to Oneindia News

ફેશન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કિંગફિશર કેલેન્ડર એક બ્રાન્ડ સમાન છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મોડેલ્સને કિંગફિશર કેલેન્ડરમાં તક મળવી એ ઘણી મોટી વાત ગણાય છે અને આ તક તેના માટે ફેશન ઉપરાંત બોલિવૂડ પ્રોજેક્ટ્સના પણ દરવાજા ખોલે છે. બોલિવૂડમાં આજે સફળતાની સીડીઓ ચડતી અનેક એક્ટ્રેસિસે કિંગફિશર કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2018 માટે કિંગફિશર કેલેન્ડર રજૂ થઇ ગયું છે અને એની તસવીરો હંમેશની માફક સુપરહોટ છે.

જાન્યુઆરી

જાન્યુઆરી

જાન્યુઆરી માસ માટે મોડલ પ્રિયંકા મૂડલીની તસવીર જોવા મળે છે. બ્લ્યૂ, યલો અને વ્હાઇટ રંગના સુંદર કલર બ્લોક્ડ બોડી કોશ્ચ્યુમમાં તે અત્યંત હોટ લાગી રહી છે. તેણે સાથે વોચ, રિફલેક્ટેડ શેડ્સ અને બ્લૂ હિલ્સ પહેરી છે. પ્રિયંકા મોડેલિંગમાં જાણીતું નામ છે અને અને મનિષ મલ્હોત્રા તથા અનામિકા ખન્ના જેવા ડિઝારનર્સ માટે રેમ્પ વોક કરી ચૂકી છે.

ફેબ્રૂઆરી

ફેબ્રૂઆરી

ફેબ્રૂઆરી માસમાં નજર સામે આવે છે બિકિનીમાં બીચ પર પોઝ આપતી ઇશિકા શર્મા. ઇશિકા સુપરમોડલ છે અને અનેક વર્લ્ડવાઇડ બ્યૂટી પ્રોડક્ટ્સ, પોર્ટલ્સ અને મેગેઝિન્સ માટે ફોટોશૂટ કરાવી ચૂકી છે. બ્રાઉનિશ સ્ટ્રાઇપ્ડ બિકિનીમાં તે અત્યંત સુંદર લાગી રહી છે.

માર્ચ

માર્ચ

માર્ચ માસમાં પિંક સ્વિમિંગસૂટમાં જોવા મળે છે પ્રિયંકા કરુણાકરન. તે મોડેલ ઉપરાંત એક્ટ્રેસ પણ છે અને કેટલીક એડ ફિલ્મ તથા ટીવી સીરિઝમાં કામ કરી ચૂકી છે. ટીવીએફની વેબ સીરિઝમાં તે જોવા મળી હતી અને ખૂબ લોકપ્રિય પણ થઇ હતી. પરફેક્ટ ગર્લી પિંક ક્રોપ્ડ સ્વિમિંગ સૂટમાં તે સુપરહોટ લાગી રહી છે.

એપ્રિલ

એપ્રિલ

એપ્રિલ માસમાં સિઝનને સૂટ કરતા લાઇટ પેસ્ટલ શેડના સ્વિમ સૂટમાં જોવા મળે છે મિતાલી રનૌરી. તે ઇન્ડિયા બેઝ્ડ મોડલ છે અને વર્લ્ડવાઇડ ફેશ વિક હેઠળ લંડન, ફ્લોરિડા, દુબઇ, સિંગાપુર, કોલંબો જેવી ટોપ કંટ્રીઝમાં મોડેલિંગ કરી ચૂકી છે. એપ્રિલ માટે તેણે સફેદ, ગ્રીન અને યલો રંગનો ટિંટેડ કોશ્ચ્યુમ પહેર્યો છે, સફેદ હેર બેન્ડ અને ટ્રાન્સપરન્ટ ટ્રેન્ડી ગ્લાસ હિલ્સ સાથે તેણે લૂક કમ્પ્લિટ કર્યો છે.

મે

મે

ફેબ્રૂઆરી બાદ મે માસ માટે ફરી એકવાર ઇશિકા જોવા મળે છે. વ્હાઇટ અને બ્લૂ સ્ટ્રાઇપ્ડ બિકિની મોનોક્રોમ જેવો લૂક આપે છે. ક્રોપ્ડ બેક અને ક્રો નેક સાથે હિપ્સ્ટર બોટમ લેટેસ્ટ બિકિની ટ્રેન્ડ તરફ ઇશારો કરે છે. આ સાથે તેણે સિલ્વર વોચ પહેરી છે.

જૂન

જૂન

જૂન માટે ફરી એકવાર પ્રિયંકા મૂડલીનો ક્લાસિક હોટ અવતાર જોવા મળે છે. સ્ટ્રેપ્સવાળી બ્લૂ બિકિની સાથે રિફ્લેક્ટર ગ્લાસમાં તે સુંદર લાગી રહી છે. બીચ પર આરામ ફરમાવતો પ્રિયંકાનો આ ફોટો ખરેખર બેસ્ટ છે.

જુલાઇ

જુલાઇ

જુલાઇમાં મિતાલીનો મોનોક્રોમ લૂક જોવા મળે છે. વ્હાઇટ કલરના બોડીસૂટમાં તે અત્યંત હોટ લાગી રહી છે. એની સાથે તેણે બ્રોન્ઝ અને ગોલ્ડન મેકઅપ કર્યો છે. સનસેટની થીમ પર આધારિત આ તસવીર અત્યંત હોટ અને પરફેક્ટ છે.

ઓગસ્ટ

ઓગસ્ટ

ઓગસ્ટમાં પ્રિયંકા મૂડલીનો ત્રીજો હોટ અવતાર જોવા મળે છે. ટ્રેન્ડી યલો બોડીસૂટમાં તે ખૂબ હોટ લાગી રહી છે. ક્રોપ્ડ વેસ્ટલાઇન તેના કોશ્ચ્યૂમને વધુ સુંદર બનાવે છે. પાણીમાંથી બહાર નીકળતી પ્રિયંકાની આ તસવીર ખૂબ પરફેક્ટલી ક્લિક કરવામાં આવી છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

મેટાલિક બ્લેક એન્ડ ગોલ્ડમાં પોઝ આપતી મિતાલી આ તસવીરમાં અત્યંત સુંદર લાગી રહી છે. આ લૂકને તેણે મેટાલિક હિલ્સ સાથે પૂર્ણ કર્યો હતો. મિતાલી આ હટકે બિકિનીમાં અત્યંત હોટ લાગી રહી છે. કિંગફિશર કેલેન્ડર 2018 માટે પસંદ કરવામાં આવેલ તમામ તસવીરો ખરેખર લાજવાબ છે.

ઓક્ટોબર

ઓક્ટોબર

ઓક્ટોબરમાં જોવા મળે છે ઇશિકા શર્મા. નિયોન બીચ વેરમાં પોઝ કરતી ઇશિકા ખૂબ હોટ લાગી રહી છે. આ કલરફુલ અટાયર સાથે તેણે પ્રિન્ટેડ હિલ્સ પહેરી હતી. રેડટોપમાં યલો અને વાયોલેટ બેક સ્ટ્રાઇપ્સ સાથે વાયોલેટ અને પર્પલ બોટમમાં યલો લાઇનિંગ જોવા મળે છે.

નવેમ્બર

નવેમ્બર

નવેમ્બરમાં પ્રિયંકા મૂડલી ફરી એકવાર હોટ અવતારમાં જોવા મળે છે. વ્હાઇટ, બ્લૂ અને બેજ કલરના બિકિની સેટમાં સાથે તેણે વોચ અને હીલ્ડ સ્નિકર્સ પહેર્યા છે. સ્ટ્રેપલેસ બિકિની ટોપમાં બ્લોક પ્રિન્ટ જોવા મળે છે, જ્યારે બોટમમાં બ્લૂ અને સફેદ સ્ટ્રાઇપ્સ જોવા મળે છે.

ડિસેમ્બર

ડિસેમ્બર

ડિસેમ્બર માટેનો પ્રિયંકા કરુણાકરનનો આ હોટ અવતાર એકદમ પરફેક્ટ છે. ડીપ રેડ બોડીસૂટમાં તે અત્યંત હોટલાગી રહી છે. ઓપન બેક અને હોલ્ટર નેક બોડી સૂટ સાથે તેણે કોઇ એક્સેસીરિઝ નથી પહેરી.

English summary
kingfisher latest calender decoded. Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.