કિરણ રાવે આમિર ખાન સાથે ડિવૉર્સ પર તોડ્યુ મૌન, સંબંધ તૂટવાનુ કારણ જણાવતા કહ્યુ - અમારે બંનેને રોજ ઝઘડા...
Kiran Rao Aamir Khan Divorce: બૉલિવુડ એક્ટર આમિર ખાને તેની બીજી પત્ની કિરણ રાવથી વર્ષ 2021માં છૂટાછેડા લીધા હતા. રિલેશનશિપનો અંત આવ્યો હોવા છતાં બંને ઘણીવાર સાથે જોવા મળે છે. આ કપલ ભલે અલગ થઈ ગયું હોય પરંતુ તેમ છતાં હંમેશા એકબીજાને સપોર્ટ કરે છે.
કિરણ રાવ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ લપતા લેડીઝને લઈને ચર્ચામાં છે. તે સતત જોરશોરથી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન ઈવેન્ટ્સ દરમિયાન કિરણ તેના પૂર્વ પતિ આમિર ખાન સાથે પણ જોવા મળી હતી. હવે કિરણે અભિનેતા સાથેના છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું છે.

કનેક્ટ એફએમ કેનેડાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કિરણ રાવે આમિર ખાન સાથેના બોન્ડિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, "તે અમારા માટે સ્વાભાવિક રીતે આવ્યું, કારણ કે અમે સાથે કામ કરવાનું શરૂ કર્યું હતુ. પાર્ટનર બન્યા પછી પણ અમે સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. વૈવાહિક સંબંધોને બાજુ પર રાખીને, અમે એકબીજાને ખૂબ સારી રીતે સમજીએ છીએ. અમે સર્જનાત્મક રીતે એકબીજાની નજીક છીએ. ઘણા મુદ્દાઓ પર અમારો અભિપ્રાય સમાન હોય છે."
કિરણ રાવે આગળ કહ્યું, 'અમારી વચ્ચે પારિવારિક અને પ્રામાણિક સંબંધ છે અને આ જ અમારા સંબંધનો આધાર છે. અમારી વચ્ચે ક્યારેય કોઈ ઉગ્ર દલીલ કે લડાઈ થઈ નથી. અમે એક કુટુંબ રહેવા માંગતા હતા પરંતુ પરિણીત રહીને નહિ. એટલા માટે અમે અમારા સંબંધો માટે કેટલાક નિયમો બનાવ્યા છે. મને નથી લાગતું કે કોઈપણ સંબંધને હંમેશા ટેગની જરૂર હોય છે.
આમિર ખાને તેની પહેલી પત્ની રીના દત્તા સાથે 2002માં છૂટાછેડા લીધા હતા. આ પછી કિરણ રાવ તેના જીવનમાં આવી. બંનેએ વર્ષ 2005માં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 15 વર્ષ પછી, 2021માં છૂટાછેડા લઈને કપલ અલગ થઈ ગયું. જો કે, છૂટાછેડા હોવા છતાં, આમિર ખાન હજી પણ તેની બંને ભૂતપૂર્વ પત્નીઓ સાથે સારુ બોન્ડ શેર કરે છે.












Click it and Unblock the Notifications
