Kirron Kher Birthday: અનુપમ ખેરથી વધુ કમાય છે કિરણ ખેર, કુલ સંપત્તિ જાણીને ચોંકી જશો

Kirron Kher Birthday: બૉલિવુડ અભિનેત્રી કિરણ ખેર માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તે એક શક્તિશાળી રાજકીય મહિલા તરીકે પણ જાણીતી છે. કિરણ ખેરને આજે કોઈ પરિચયની જરૂર નથી. આજે કિરણ ખેરનો 71મો જન્મદિવસ છે.

પંજાબના ચંદીગઢમાં 14 જૂન 1955ના રોજ જન્મેલ કિરણ ખેરે બૉલિવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને વિવિધ પાત્રો ભજવ્યા છે. તે અવારનવાર પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. તેણે પોતાની મહેનતથી કરોડોની સંપત્તિ બનાવી છે. આવો જાણીએ તેમની કુલ સંપત્તિ અને કમાણી વિશે...

Kirron Kher

તમને જણાવી દઈએ કે કિરણ ખેર તેના પતિ એક્ટર અનુપમ ખેર કરતા પણ વધુ અમીર છે. તેણે પોતાની મહેનતથી કરોડોની સંપત્તિ બનાવી છે. કિરણ ખેરે વર્ષ 1973માં પંજાબી ફિલ્મોથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. કિરણ ખેર તેના પતિ અનુપમ ખેર કરતા વધુ અમીર છે.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સબમિટ કરવામાં આવેલા સોગંદનામા મુજબ તેમની પાસે 30.88 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ તેમના પતિ અનુપમ ખેરની સંપત્તિ કરતાં બમણી છે. કિરણ પાસે 16.97 કરોડની જંગમ સંપત્તિ અને 13.91 કરોડની સ્થાવર સંપત્તિ છે.

ફિલ્મો અને ટીવી સીરિયલો સિવાય કિરણ ખેર ટીવી શોમાં પણ જજ તરીકે જોવા મળી છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો અને ટીવી શો છે. આ સિવાય તેની પાસે 4.64 કરોડ રૂપિયાની જ્વેલરી પણ છે.

કિરણ ખેર પાસે મુંબઈમાં બે આલીશાન બંગલા છે. તેમનો એક બંગલો અંધેરીમાં છે જ્યારે બીજો ઘર જુહુમાં છે. આ બંને બંગલાની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. કિરણ ખેર પાસે મર્સિડીઝ બેન્ઝ કાર છે જેની કિંમત રૂ. 61.08 લાખ છે. કિરણ ખેર ખૂબ જ વૈભવી જીવનશૈલી જીવે છે.

અભિનેત્રી-રાજકારણી કિરણ ખેરને વર્ષ 2021માં મલ્ટિપલ માયલોમા હોવાનું નિદાન થયું હતું. આ એક પ્રકારનું બ્લડ કેન્સર છે. એક ઈન્ટરવ્યુમાં અનુપમ ખેરે કહ્યું હતું કે તેમની પત્ની ફાઈટર છે. તેની સારવાર ચાલી રહી છે. તે સ્વસ્થ થઈ રહી છે. તેણે ચંદીગઢમાં ફરી કામ શરૂ કર્યુ છે. તે ઘણા લોકો માટે રોલ મોડેલ તરીકે ઉભરી આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X