JNU જઈને વિવાદમાં ફસાયેલી દીપિકા પાદુકોણ પાસે કેટલી છે સંપત્તિ, જાણો

હાલમાં દીપિકા પાદુકોણ જેએનયુમાં જઈ વિવાદમાં ફસાઈ છે. આવો જાણીએ બોલિવુડની આ દિગ્ગજ અભિનેત્રી કેટલી સંપત્તિની માલિક છે.

એસિડ એટેક પીડિતાના જીવન સંઘર્ષ પર બનેલી પોતાની આવનારી ફિલ્મ છપાક માટે બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં સમાચારોમાં છવાયેલી છે. જો કે ફિલ્મથી અલગ હવે તેની સાથે એક વિવાદ પણ જોડાઈ ગયો છે. વાસ્તવમાં દીપિકા પાદુકોણ મંગળવારના રોજ દિલ્લીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં છાત્રોના વિરોધ પ્રદર્શનને પોતાનુ સમર્થન આપવા પહોંચી. આ દરમિયાન દીપિકાએ જેએનયુ હિંસામાં ઘાયલ થયેલી છાત્ર સંઘ અધ્યક્ષ આઈશી ઘોષ સાથે પણ મુલાકાત કરી. ત્યારબાદ દિલ્લી ભાજપના પ્રવકતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ ટ્વિટર પર લોકોને દીપિકા પાદુકોણની ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી દીધી. જો કે ટ્વિટર પર દીપિકાના સમર્થનમાં પણ લોકોએ ટ્વિટ કર્યા. આ વિવાદ વચ્ચે આવો જાણીએ બોલિવુડની આ દિગ્ગજ અભિનેત્રી કેટલી સંપત્તિની માલિક છે.

આટલા કરોડની સંપત્તિની માલિક છે દીપિકા

આટલા કરોડની સંપત્તિની માલિક છે દીપિકા

થોડા દિવસ પહેલા ડિસેમ્બર મહિનામાં ફોર્બ્ઝે વર્ષ 2019માં સૌથી વધુ કમાણી કરતા 100 સેલિબ્રિટીઝની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં દીપિકા પાદુકોણને 10માં નંબરે રાખવામાં આવી હતી. ફોર્બ્ઝના જણાવ્યા મુજબ દીપિકા પાદુકોણે વર્ષ 2019માં કુલ 48 કરોડ રૂપિયાની કમાણી કરી. આ પહેલા વર્ષ 2018માં દીપિકા ફોર્બ્ઝની ટૉપ-5 સેલિબ્રિટીમાં શામેલ હતી અને તેણે કુલ 112.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્ષ 2017માં ફોર્બ્ઝ યાદીમાં દીપિકા છઠ્ઠા નંબરે હતી અને તેની કુલ કમાણી 70 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. દીપિકા પાદુકોણ કુલ 103 કરોડની સંપત્તિની માલિક છે.

પદ્માવત માટે લીધા હતા 13 કરોડ રૂપિયા

પદ્માવત માટે લીધા હતા 13 કરોડ રૂપિયા

દીપિકા પાદુકોણ પાસે ઘણી લક્ઝરી કાર પણ છે જેમાં એક 1.2 કરોડ રૂપિયાની કિંમતની ઑડી એ8 પણ છે. આ ઉપરાંત તેની પાસે એક રેન્જ રોવર, એક મર્સિડીઝ બેન્ઝ અને એક બીએમડબ્લ્યુ કાર છે. દીપિકાએ વર્ષ 2013માં મુંબઈમાં એક લક્ઝરી ઘર ખરીદ્યુ હતુ, જેની માર્કેટ વેલ્યુ લગભગ 6 કરોડ રૂપિયા છે. દીપિકા ચેરિટી પણકરે છે અને તેણે મહારાષ્ટ્રનુ એક ગામ દત્તક લીધેલુ છે. વર્ષ 2018માં આવેલી ફિલ્મ પદ્માવત માટે દીપિકા પાદુકોણે 13 કરોડ રૂપિયા ફી લીધી હતી. આ ફિલ્મમાં તેની ફી રણવીર સિંહ અને શાહિદ કપૂરથી પણ વધારે હતી. ફિલ્મો ઉપરાંત દીપિકા પાદુકોણ જાહેરાતો અને પર્સનલ ઈન્વેસ્ટમેન્ટથી પણ કમાણી કરે છે. જો કે તેની કમાણીનો સૌથી મોટો સ્ત્રોત બ્રાંડ પ્રમોશન છે.

ઓમ શાંતિ ઓમથી ફિલ્મી કરિયરની શરૂઆત

ઓમ શાંતિ ઓમથી ફિલ્મી કરિયરની શરૂઆત

દીપિકા પાદુકોણે વર્ષ 2007માં ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 5 જાન્યુઆરી 1986માં ડેનમાર્કના કોપેનેહેગનમાં જન્મેલી દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ એક ઈન્ટરનેશનલ બેડમિન્ટન ખેલાડી રહ્યા છે. બેંગલુરુની સોફિયા હાઈસ્કૂલ અને માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂરો કરનાર દીપિકા પાદુકોણે ગ્રેજ્યુએશનની ડિગ્રી માટે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં નામાંકન કર્યુ હતુ. જો કે બાદમાં કોલેજ છોડીને દીપિકાએ પોતાનુ પૂરુ ફોકસ મૉડલિંગ પર લગાવી દીધુ.

મહારાષ્ટ્રના અંબેગાંવને લીધુ છે દત્તક

મહારાષ્ટ્રના અંબેગાંવને લીધુ છે દત્તક

નેશનલ લેવલની બેડમિન્ટર અને સ્ટેટ લેવલની બેઝબૉલ ખેલાડી રહેલી દીપિકા પાદુકોણ એક મૉડલ હતી અને તેમણે વર્ષ 2005માં લેક્મે ફેશન વીકમાં ડેબ્યુ કર્યુ હતુ જ્યાં તેણે મૉડલ ઑફ ધ યરનો ખિતાબ પણ જીત્યો હતો. દીપિકાએ ફિલ્મ 'Return of Xander Cage' માં વિન ડીઝલ સાથે હોલિવુડની દુનિયામાં પગ મૂક્યો. પોતાની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં મસ્તાનીની ભૂમિકા માટે દીપિકા પાદુકોણે પ્રોફેશનલ રીતે તલવારબાજી, ઘોડેસવારી અને માર્શલ આર્ટની ટ્રેનિંગ પણ લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X