જે વ્યક્તિએ બનાવ્યો હતો રાનૂ મંડલનો વાયરલ Video, તેને મળી આ મોટી જવાબદારી
રાનૂ મંડલનો જે વાયરલ વીડિયોને જેના કારણે આટલી લોકપ્રિયતા મળી તે બનાવનાર અતીન્દ્ર ચક્રવર્તીને મોટી જવાબદારી મળી છે.
'ઈક પ્યાર કા નગમા હે' ગઈને સમાચારોમાં છવાયેલી રાનૂ મંડલનુ જીવન હવે બદલાઈ ગયુ છે. એક સમય હતો જ્યારે રાનૂ મંડલ પશ્ચિમ બંગાળના એક રેલવે સ્ટેશન પર ગીતો ગાતી હતી જેમાંથી તેને જે પૈસા મળતા તેનાથી તેનુ જીવન પસાર થતુ. તેના જીવનમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે એક વ્યક્તિને તેના ગીતનો અંદાજ બહુ સારો લાગ્યો અને તેણે રાનૂના ગીતનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. ત્યારબાદ તો જાણે કે રાનૂ મંડલનુ જીવન જ બદલાઈ ગયુ. રાનૂ માત્ર સિંગિંગ સેન્સેશન બનીને ઉભરી એટલુ જ નહિ પરંતુ ઘણી ફિલ્મોની ઓફર પણ મળી ગઈ. આ દરમિયાન સમાચાર છે કે રાનૂ મંડલનો જે વાયરલ વીડિયોને જેના કારણે આટલી લોકપ્રિયતા મળી તે બનાવનાર અતીન્દ્ર ચક્રવર્તીને મોટી જવાબદારી મળી છે.

રાનૂ મંડલના મેનેજરનું કામ જોઈ રહ્યા છે અતીન્દ્ર ચક્રવર્તી
સમાચાર છે કે અતીન્દ્ર ચક્રવર્તીને ‘સિંગિંગ સેન્સેશન' રાનૂ મંડલે પોતાના મેનેજર તરીકે રાખી લીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાનૂ મંડલે જણાવ્યુ કે આ જોઈને સારુ લાગે છે કે લોકો મને પ્રેમ કરી રહ્યા છે. મારી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. મે આ બધુ કામકાજ જોવાની જવાબદારી અતીન્દ્રને આપી છે. અતીન્દ્ર મારા દીકરાની જેમ છે. આ ઉંમરમાં આ બધુ સમજવુ મારા માટે થોડુ મુશ્કેલ છે. તે મને રસ્તો બતાવે છે.

વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે અતીન્દ્ર ચક્રવર્તી
માહિતી અનુસાર અતીન્દ્ર અતીન્દ્ર ચક્રવર્તી વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. તેમણે રાનૂ મંડલને પશ્ચિમ બંગાળના રાણાઘાટ સ્ટેશન પર ગાતા જોઈ. તેમને રાનૂનુ ગીત એટલુ પસંદ પડ્યુ કે તરત જ તેમણે તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર નાખી દીધો જેણે રાનૂની સફળતાના રસ્તા ખોલી દીધા. હવે તે સિંગર તરીકે બોલિવુડમા ડેબ્યુ કરી ચૂકી છે. મ્યૂઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીર માટે પ્લેબેક સિંગિંગ કરી રહેલી રાનૂ મંડલે બીજુ ગીત રેકોર્ડ કર્યુ છે.

અતીન્દ્રએ જ બનાવ્યો હતો રાનૂ મંડલનો પહેલો Video
જો કે જે સમયે રાનૂ મંડલને ગીતના રેકોર્ડિંગ માટે મુંબઈથી ઑફર આવી તો તેમની પાસે ત્યાં જવા માટે પૈસા નહોતા. અતીન્દ્ર ચક્રવર્તી જ તેમને લઈને મુંબઈ પહોંચ્યા. ત્યારબાદ રાનૂની કિસ્મત બદલાઈ ગઈ. હિમેશ રેશમિયાની ફિલ્મમાં રાનૂ મંડલને ગીત ગાવાનો મોકો મળ્યો છે. આ પહેલા ‘તેરી મેરી કહાની' ગીતથી તે ઘણી ફેમસ બની ગઈ છે. આ દરમિયાન રાનૂ મંડલે પોતાના જીવન વિશે અમુક વાતો જણાવીને લોકોને ચોંકાવી દીધા છે.

રાનૂ મંડલને મુંબઈ જવામાં પણ અતીન્દ્રએ કરી મદદ
અત્યાર સુધી બધા માત્ર એટલુ જ જાણતા હતા કે રાનૂ મંડલ રેલવે સ્ટેશન પર ગીત ગઈ પોતાનુ ગુજરાન ચલાવતી હતી. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો કે તે એક સારા પરિવારમાં જન્મી હતી પરંતુ આ મારુ નસીબ હતુ જે મને અહીં લઈ આવ્યુ. હું ઘણા વર્ષો સુધી એકલી રહી છુ અને ઘણો સંઘર્ષ કર્યો છે. મને હંમેશાથી ભગવાન પર ભરોસો હતો, હું હંમેશા સ્થિતિ અનુસાર ગીતો ગાતી રહી.

રાનૂ મંડલને લતા મંગેશકરે આપી આ ખાસ સલાહ
રાનૂ મંડલની વધતી લોકપ્રિયતા પર સ્વર કોકિલા લતા મંગેશકરની પણ પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. લતા મંગેશકરે કહ્યુ, ‘જો માર નામ અને કામથી કોઈનુ ભલુ થતુ હોય તો હું મને નસીબદાર સમજુ છુ.' તેમણે આગળ કહ્યુ, ‘પરંતુ મને લાગે છે કે કોઈની નકલ કરવી સફળતા માટે એક વિશ્વસનીય અને લાંબા સમય સુધી ટકી રહેનાર સાથી નથી. મારી ગીતો ગાઈને કે કિશોર દા કે રફી સાહેબ કે મુકેશ ભૈયા કે આશા ભોંસલેના ગીતો ગઈને કોઈ ગાયક થોડા સમય માટે ધ્યાન આકર્ષિત કરી શકે છે પરંતુ તે વધુ સમય સુધી નથી રહેતા.'












Click it and Unblock the Notifications
