Pics/Video : ‘કિસ કરતા ખચકાઈ હતી, પણ ડિમાંડ હતી એટલે આપી’!
મુંબઈ, 7 મે : આગામી 23મી મેના રોજ રિલીઝ થઈ રહી છે હીરોપંતી ફિલ્મ. એક બાજુ આ ફિલ્મ સાથે જૅકી શ્રૉફના પુત્ર ટાઇગર મોટા પડદે એન્ટ્રી કરી રહ્યાં છે, તો બીજી બાજુ આ ફિલ્મ દ્વારા અભિનેત્રી કૃતિ સૅનન પણ સિલ્વર સ્ક્રીન પર ચમકવા તૈયાર છે.
આજકાલ હીરોપંતી ફિલ્મ ટાઇગર શ્રૉફના કારણે જ નહીં, પણ કૃતિ સૅનન અને ટાઇગર વચ્ચેના કિસિંગ સીન અંગે પણ ખૂબ જ ચર્ચામાં છે. બીજી બીજુ ફિલ્મના દિગ્દર્શક આ કિસિંગ સીનને હીરોપંતી ફિલ્મની યૂએસપી ગણાવી રહ્યાં છે. જોકે આ સીન અંગે વાત કરતાં કૃતિએ ખૂબ જ આશ્ચર્યજનક ખુલાસો કર્યો. કૃતિએ જણાવ્યું કે જે સીનને લોકો એકદમ રીયલ બતાવી રહ્યાં છે, તે મારા માટે કરવું સરળ નહોતું.
ચાલો તસવીરો સાથે જાણીએ કૃતિ સૅનન માટે કેમ અઘરુ હતું આ સીન ?

હીરોપંતીમાં કિસિંગ સીન
હીરોપંતી ફિલ્મમાં ટાઇગર શ્રૉફ અને કૃતિ સૅનન વચ્ચે એક કિસિંગ સીન છે કે જે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે.

ખચકાટ અનુભવતા હતાં કૃતિ
કૃતિ સૅનન કહે છે કે આ દૃશ્ય અંગે તેમની અંદર ખચકચાટ હતો, કારણ કે તેઓ એક રુઢિવાદી પરિવારમાંથી આવે છે.

ગભરાઈ ગયાં કૃતિ
જ્યારે દિગ્દર્શક શબ્બીર ખાને કૃતિને લિપ કિસ અંગે જણાવ્યું, તો તેઓ ખચકાટ સાથે ગભરાટ પણ અનુભવતા હતાં.

શું આને છોડી ન શકાય?
કૃતિએ જણાવ્યું - મેં દિગ્દર્શને કહ્યું કે શું આપણે આને છોડી ન શકીએ? શું આ મહત્વનું છે, પણ દિગ્દર્શકે કહ્યું કે આ સીન મહત્વનું છે.

કિસ ઑન ડિમાંડ
ફિલ્મની માંગ હોવાથી જ કૃતિએ આ કિસિંગ સીન આપ્યું. કૃતિએ જણાવ્યું - જોકે મેં આ સીન સારી રીતે આપ્યું.

માતા-પિતાનો સહકાર
કૃતિ સૅનને આગળ કહ્યું - હું એક રુઢિવાદી પરિવારમાંથી આવુ છું, પણ મારા માતા-પિતા તેને હકારાત્મક રીતે જુએ છે અને તેમણે મારા દરેક નિર્ણયમાં મારો સાથ આપ્યો છે.

અભિનેત્રી તરીકે મર્યાદાથી દૂર
એક અભિનેત્રી તરીકે કૃતિ સૅનન પોતાની જાતને મર્યાદાઓમાં નથી બાંધતાં. તેઓ કહે છે - હું ફિલ્મના પ્રવાહ સાથે ચાલુ છું. જો આ ફિલ્મની સ્ક્રિપ્ટની માંગ છે, તો આપણે કરવું જ જોઇએ.

ક્લબમાં કિસિંગ સીન
હીરોપંતી ફિલ્મનું ટાઇગર-કૃતિ વચ્ચેનું કિસિંગ સીન એક ક્લબમાં નજરે પડશે.












Click it and Unblock the Notifications
