પહેલા વિવાદિત ટ્વિટ, હવે સેક્સ્યુઅલ ફેવર મામલે KRKને ખાવી પડશે જેલની હવા, આ છે આરોપ
કમાલ આર ખાનની મુસીબતો ઓછી થતી જણાતી નથી. વર્સોવા પોલીસે ત્રણ વર્ષ જૂના કેસમાં KRKની ધરપકડ કરી છે.
મુંબઈઃ કમાલ આર ખાનની મુસીબતો ઓછી થતી જણાતી નથી. વર્સોવા પોલીસે ત્રણ વર્ષ જૂના કેસમાં કેઆરકેની ધરપકડ કરી છે. પોલીસ જણાવ્યા મુજબ કેઆરકે પર સેક્સ્યુઅલ ફેવર માંગવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યુ છે કે તેણે જાન્યુઆરી 2019માં સેક્સ્યુઅલ ફેવર માટે કહ્યુ હતુ. 2020ના વિવાદાસ્પદ ટ્વીટ માટે કેઆરકેની ધરપકડ થઈ ચૂકી છે. એવામાં છેડતીનો આ મામલો કેઆરકેની મુસીબતો વધુ વધારી શકે છે.

સેક્સ્યુઅલ ફેવર માંગવાનો આરોપ
તમને જણાવી દઈએ કે કેઆરકેને બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. અભિનેતા પર આરોપ છે કે તેણે જાન્યુઆરી 2019માં ફરિયાદીનો હાથ બળજબરીથી પકડીને સેક્સ્યુઅલ ફેવર માંગી હતી.

વિવાદિત ટ્વિટમાં પહેલા જ ફસાયા છે કેઆરકે
તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને ઈરફાન ખાન વિશે વિવાદાસ્પદ ટ્વીટ કરવાના મામલે કેઆરકેની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ચુકી છે. હવે આ છેડતીના મામલામાં કેઆરકે માટે નવી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ હતુ વિવાદિત ટ્વિટ
ઋષિ કપૂરના અવસાન બાદ એક વિવાદાસ્પદ ટ્વીટમાં કેઆરકેએ લખ્યુ કે મે થોડા દિવસ પહેલા કહ્યુ હતુ કે કોરોના ત્યાં સુધી જવાનો નથી જ્યાં સુધી તે અમુક પ્રખ્યાત લોકોને પોતાની સાથે નહિ લઈ જાય. ત્યારે મે નામ નહોતા લીધા કારણ કે મને ખબર હતી કે લોકો મને ગાળો આપી શકે છે પરંતુ મને ખબર હતી કે ઈરફાન અને ઋષિ કપૂર જવાના છે.

મુસીબત બન્યુ ટ્વિટ
કેઆરકેએ વધુમાં કહ્યુ કે મને એ પણ ખબર છે કે હવે કોણ જવાનુ છે. આ સિવાય અન્ય એક ટ્વીટમાં કેઆરકેએ ઋષિ કપૂરના હૉસ્પિટલમાં દાખલ થયા બાદ લખ્યુ કે સર, સ્વસ્થ થાઓ અને જલ્દી પાછા આવો. જતા ના રહેતા કારણ કે દારુની દુકાન બે-ત્રણ દિવસ પછી જ ખુલવાની છે.

થઈ હતી એફઆઈઆર
કેઆરકેના આ ટ્વીટ પર મલાડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને હવે કેઆરકે છેડતીના કેસમાં ફસાયેલો જણાય છે. ત્રણ વર્ષ જૂના આ કેસમાં વર્સોવા પોલીસે કેઆરકેની ફરી ધરપકડ કરી છે.












Click it and Unblock the Notifications
