રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે:કમાલ ખાન
આર ખાન એટલે કે કેઆરકે પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે. સલમાન ખાન અને આમિર ખાન અંગેના વિવાદિત નિવેદન બાદ હવે કેઆરકેએ પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસ વચ્ચેના સંબંધને લઈને એક વિચિત્ર નિવેદન આપ્યું છે.
કમાલ આર ખાન એટલે કે કેઆરકે પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે. સલમાન ખાન અને આમિર ખાન અંગેના વિવાદિત નિવેદન બાદ હવે કેઆરકેએ પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસ વચ્ચેના સંબંધને લઈને એક વિચિત્ર નિવેદન આપ્યું છે. કેઆરકેએ આગાહી પણ કરી છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના બાળકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફ્લોપ એક્ટર બનશે.

કેઆરકેએ તેના ટ્વિટર હેન્ડલ પર કેટલીક આગાહીઓ કરી છે. તેની પહેલી આગાહી એ છે કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના બંને બાળકો સફળ અભિનેતા નહીં બને. આ બંને બાળકો તેમના ખોટા નામના કારણે ઉદ્યોગમાં સફળતા મેળવી શકશે નહીં. આ સાથે કમલ આર ખાને એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી દેશના વડા પ્રધાન બનશે. પરંતુ ત્યાં સુધીમાં સોનિયા ગાંધીનું અવસાન થશે.
વિવાદોમાં રહેલા કમાલ આર ખાન અહીંથી અટક્યા નહીં અને આગાહી કરી હતી કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ આવતા દસ વર્ષમાં છૂટાછેડા લઈ લેશે. ઘણા યુઝર્સે કેઆરકેને કરારો જવાબ પણ આપ્યો છે. ટ્રોલ થયા બાદ કેએકે વધુ એક ટ્વીટ કર્યું. જેમાં લખ્યુ કે, કેટલાક લોકો મૂર્ખ છે. તેમને લાગે છે કે કોઈક વિશે આગાહી કરવી ખોટી છે. જે થવાનું છે તે થશે. મારા કહેવાથી કંઈ નહીં થાય. હું ફક્ત આગાહી કરું છું.
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના સંબંધની આગાહી મુદ્દે એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે, આગામી ત્રણ વર્ષમાં તમે મરી જશો. ટ્વિટર પર આ પ્રકારના ટ્વિટ કરવા માટે કેઆરકેની આકરી ટીકા થઈ રહ્યી છે. ઉલ્લેખનિય છે કે રાધે ફિલ્મ પર ટીપ્પણી કરવા મુદ્દે સલમાન ખાને કેઆરકે પર માનહાનિનો કેસ કર્યો હતો.
કેઆરકેની 6 આગાહીઓ
1. કંગના રાનાવત ક્યારેય લગ્ન નહીં કરે
2. કરીના અને સૈફના બંને સંતાનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ નહીં થાય.
3. રાહુલ ગાંધી દેશના વડા પ્રધાન બનશે પરંતુ સોનિયા ગાંધીના અવસાન પછી.
4. નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાના દસ વર્ષમાં છૂટાછેડા લઈ જશે.
5. આ અભિનેતા ખૂબ મોટો અભિનેતા બનશે, પરંતુ તેના પિતાના મૃત્યુ પછી (કેઆરકેએ આ ટ્વીટમાં કોઈનું નામ લીધું નથી)
6. વર્ષ 2024 ની ચૂંટણી પહેલા હિન્દુ મુસ્લિમ બબાલ થશે.












Click it and Unblock the Notifications
