શાનદાર ઓપનિંગ : 200 કરોડનો આંકડો સ્પર્શશે ક્રિશ 3!
મુંબઈ, 1 નવેમ્બર : આજે સિલ્વર સ્ક્રીન ઉપર ક્રિશ 3 રિલીઝ થઈ છે. સમીક્ષકોની નજરોમાં ફિલ્મ બહેતરીન છે, તો હૃતિકના ફૅન્સ માટે સારા સમાચાર છે કે ફિલ્મે શાનદાર ઓપનિંગ કરી છે. આ સાથે જ ઘણા સમયથી આંસૂ સારતું બૉક્સિ ઑફિસ આજે બહુ ખુશ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આગામી દિવસોમાં પણ ફિલ્મ શાનદાર પ્રદર્શન કરશે. ફિલ્મમાં અભિનેતા હૃતિક રોશને ફરી સુપરમૅન તરીકે કમબૅક કર્યું છે.

નોંધનીય છે કે 100-150 કરોડ રુપિયાના બજેટમાં નિર્મિત ક્રિશ 3 શુક્રવારે 3500 થિયેટરોમાં રિલીઝ થઈ છે. ખાસ વાત એ છે કે શાહરુખના બૅનર રેડ ચિલીઝ એંટરટેનમેંટના ઉપખંડ રેડ ચિલીઝ વીએફએક્સે ક્રિશ 3ના સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે કામ કર્યું છે કે જેનો ખર્ચો લગભગ 26 કરોડ રુપિયા છે.












Click it and Unblock the Notifications
