krrish 3 : જાવેદ અખ્તર દંગ, સુરેશ ઓબેરૉયની છાતી ફુલાઈ!
મુંબઈ, 1 નવેમ્બર : ક્રિશ 3 ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ ગઈ કે જેમાં હૃતિક રોશન સહિત જાણીતી હસ્તીઓ હાજર હતી. ફિલ્મ જોયા બાદ જાણીતા ગીતકાર-લેખક જાવેદ અખ્તર દંગ રહી ગયાં, તો વિવેક ઓબેરૉયની એક્ટિંગ જોઈ પિતા સુરેશ ઓબેરૉય ગદ્ગદ્ થયાં અને તેમની છાતી ફુલાઈ ગઈ.

દરમિયાન ક્રિશ 3માં કાલ તરીકે વિલનનો રોલ કરતાં વિવેક ઓબેરૉયના પિતા સુરેશ ઓબેરૉયે પણ ક્રિશ 3 જેવી ફિલ્મ બનાવવા બદલ રાકેશના વખાણ કર્યાં છે. સુરેશે જણાવ્યું કે આ ફિલ્મમાં વિલન કાલના પાત્રે વિવેકને એક નવું જીવન અને નવો આત્મવિશ્વાસ આપ્યાં છે. સુરેશે જણાવ્યું - કાલના વખાણ કરવાનો મતલબ પ્રત્યક્ષ રીતે રાકેશ રોશનના વખાણ છે. આ પરિવાર અને રાકેશ રોશને વિવેકને નવું જીવન, નવો આત્મવિશ્વાસ અને નવી શરુઆત આપ્યાં છે. મને નથી લાગતું કે મેં ક્રિશ 3 કરતાં બહેતર ફિલ્મ જોઈ છે.
આ પ્રસંગે વિવેક ઓબેરૉય પણ રાકેશ રોશન ઉપર ઓળઘોળ દેખાયાં. વિવેકે જણાવ્યું - જે કંઈ મારા પિતાએ કહ્યું, તે એકદમ સાચુ છે. મેં આજે પહેલી વાર આ ફિલ્મ જોઈ અને હું ભુલી ગયો કે હું કાલ છું. હું બાળકોની જેમ ફિલ્મનો આનંદ લેતો હતો. હું હસી અને રડી રહ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
